હળવદના સુરવદર ગામેથી બ્લેન્ડરની 30 બોટલ ઝડપાઈ, આરોપી ફરાર

- text


 

હળવદ પોલીસની કાર્યવાહી : 25 હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો

હળવદ : હળવદ તાલુકાના સુરવદર ગામની સીમમાંથી પોલીસે મોંઘીદાટ દારૂની 30 બોટલ ઝડપી લીધી છે જોકે પોલીસની કાર્યવાહી દરમિયાન આરોપી હાજર નહીં મળી આવતા પોલીસ દ્વારા ગુનો નોંધી આગળની તપાસ કરી છે.

સુરવદર ગામની શોભાસર સીમવાળા રસ્તે ઝુંપડું બનાવી મોંઘી દારૂની બોટલો વેચાતી હોવાની બાતમીના આધારે હળવદ પોલીસે કાર્યવાહી કરી હતી. પોલીસે હકીકત વાળી જગ્યાએ રેડ કરી ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની 30 બોટલ સહિત રૂપિયા 25,500 નો મુદ્દામાલ ઝડપી લઇ આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.જોકે પોલીસની રેડ દરમિયાન આરોપી ધર્મેન્દ્રભાઈ ઉર્ફે ધમો કરશનભાઈ ધામેચા રહે સુરવદર વાળો નાસી છૂટ્યો હતો.જેથી તેને ઝડપી લેવા પોલીસે તપાસ હાથ ધરી છે.

- text

આ કામગીરીમાં હળવદ પીઆઇ કે.એમ છાસિયા,કિશોરભાઈ સોલગામા,દેવેન્દ્રસિંહ ઝાલા, બીપીનભાઇ પરમાર,ગંભીરસિંહ ચૌહાણ, તેજપાલ સિંહ ઝાલા, કમલેશભાઈ પરમાર સહિતના પોલીસ જવાનો રોકાયેલા હતા.

 

- text