જીઈબીમા નોકરીએ રહ્યા ત્યારે ખબર ન હતી કે થાંભલે ચડવું પડશે ? લાતીપ્લોટના ઉદ્યોગપતિનો પીતો છટક્યો

- text


છેલ્લા છ દિવસથી લાતીપ્લોટમાં કલાક કલાક વીજળી ગુલથી ઘડિયાળ ઉદ્યોગ હેરાન પરેશાન

મોરબી : મોરબીમા ઘડિયાળ ઉદ્યોગના હબ એવા લાતીપ્લોટમાં છેલ્લા છ દિવસથી ગમે ત્યારે કલાક કલાક સુધી વીજળી ગુલ થઈ જતી હોય એક ઉદ્યોગપતિએ વીજ તંત્રને આડેહાથ લીધું હતું. જો કે વીજ કર્મીએ ચોમાસામાં થાંભલે ચડવામાં મુશ્કેલી પડતી હોવાનું બહાનું રજૂ કરતા ઉદ્યોગકારનો પીતો છટક્યો હતો અને કહ્યું હતું કે, જીઈબીમા નોકરી રહ્યા ત્યારે ખબર ન હતી કે થાંભલે ચડવું પડશે ? હાલમાં વિજકર્મી અને ઉદ્યોગકારની ઓડિયો કલીપ વાયરલ થઈ છે.

છેલ્લા છ દિવસથી મોરબીના ક્લોક ઇન્ડસ્ટ્રીઝ હબ ગણાતા લાતીપ્લોટમાં વારંવાર વીજળી ગુલ થતી હોય એક ઉદ્યોગકાર દ્વારા વીજ કચેરીમાં ફોન કરી કહ્યું હતું કે દરરોજ વારંવાર વીજળી ગુલ થતા અમારે ભોગવવું પડે છે, ટાઈમે ઓર્ડર પુરા થતા નથી અને કામે આવતા કર્મચારીઓને નવરા બેઠા પગાર આપવો પડે છે જેથી એક કામ કરો બે દિવસ માટે લાતીપ્લોટમા વીજકાપ જાહેર કરી તમામ ફોલ્ટ દૂર કરો.

- text

બીજી તરફ વીજ કર્મચારીએ લોકો વધુ લોડ વાપરતા હોય ટ્રીપિંગ આવતું હોવાનું કહેતા ઉદ્યોગકારે કહ્યું હતું કે તો જે લોકો વધુ લોડ વાપરે તેમને દંડ કરો… અમે નિયમિત્ત વીજ બિલ ભરીને કાયદેસર બધું ચલાવીએ છીએ એટલે અમારે સહન કરવાનું ને… વધુમાં ગઈકાલે બુધવાર હોવા છતાં એક પણ વખત લાતીપ્લોટમાં લાઈટ ન ગયાનું જણાવતા વીજ કર્મીએ ચોમાસામાં અમને પણ થાંભલે ચડવું નથી ગમતું તેમ કહેતા જ ઉદ્યોગકારનો પીતો ગયો હતો અને કહ્યું હતું કે, જીઈબીમા નોકરી રહ્યા ત્યારે ખબર ન હતી કે થાંભલે ચડવું પડશે ? આવું કહી રોજિંદી વીજ સમસ્યા સામે પોતાની વેદના ઠાલવી હતી.

- text