મોરબીમાં રવિવારે રામચોક પાસે વિનામૂલ્યે રોપા વિતરણ

- text


મોરબી : મોરબી શહેરમાં આગામી રવિવારે મયુર નેચર ક્લબ, મોરબી વન વિભાગ, વેન્ટો સિરામિક અને મોરબી અપડેટના સંયુક્ત ઉપક્રમે વિનામૂલ્યે રોપા વિતરણ કરવામાં આવશે.

આગામી તારીખ 9 જુલાઈ ને રવિવારના રોજ મોરબી શહેરના શનાળા રોડ પર રામ ચોક પાસે કબીભી બેકરી પાસે સંદેશ ઓફિસની નીચે સીતાફળ, જામફળ, દાડમ, જાંબુ, આંબલી, આમળા, લીમડો, કરંજ સહિતના વૃક્ષોના રોપાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે. રોપા વહેલા તે પહેલાના ધોરણે આપવામાં આવશે અને એક વ્યક્તિને એક જ રોપો આપવામાં આવશે તેમ જણાવાયું છે.

- text

- text