લાયન્સ ક્લબ ઓફ મોરબી દ્વારા પ્રાથમિક શાળામાં નાસ્તાનું વિતરણ

- text


મોરબી : લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી દ્વારા લાયન્સ ગૌરવ PMJF લાયન વસંતભાઈ મોવલિયાના જન્મદિવસ નિમિત્તે લાયન્સનગર લાયન્સ પ્રાથમિક શાળા ગોકુલનગરનાં 1 થી 8 ધોરણનાં વિદ્યાર્થીઓને સાંજે ગરમાં ગરમ નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ તકે ક્લબ પ્રમુખ લાયન કેશુભાઈ દેત્રોજા, મંત્રી લાયન ટી.સી.ફૂલતરિયા, ખજાનચી લાયન મણીલાલ કાવર, લાયન નાનજીભાઈ મોરડીયા, લાયન રશ્મિકાબેન રૂપાલા, લાયન્સ ઇન્ટરનેશનલ સૌરાષ્ટ્ર કચ્છનાં ફસ્ટ વાઈસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન રમેશભાઈ રૂપાલા સહિતના સદસ્યો હાજર રહ્યા હતા અને પૂર્વ ગવર્નર વસંતભાઈ મોવલિયાનાં જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટમાં લાયન્સ પ્રાથમિક શાળાના આચાર્ય અને શિક્ષક સ્ટાફનો પણ સહયોગ મળ્યો હતો.

- text

- text