ઘુંટુ નજીક કેમિકલયુક્ત પ્રવાહીનો નિકાલ કરનાર ફેક્ટરીનું વીજ કનેક્શન કપાયું

- text


જીપીસીબીએ લીધેલા સેમ્પલ ફેઈલ થતાં ક્લોઝર નોટીસ ફટકારી હતી

મોરબી : મોરબીના ઘૂટુ ગામ નજીક આવેલી ફેકટરી દ્વારા કેમિકલ યુક્ત પ્રવાહીનો જોખમી નિકાલ કરવામાં આવતો હોવાથી જીપીસીબીએ ક્લોઝર નોટીસ ફટકારી હતી. આથી અગાઉ આપેલી નોટિસને ધ્યાનમાં રાખીને આ ફેકટરીનું વીજ કનેક્શન પીજીવીસીએલ દ્વારા કટ કરવામાં આવ્યું છે.

- text

ઘુંટુ ગામની સીમમાં આવેલ વિવાન કેમિકલ નામની ફેક્ટરીનું પીજીવીસીએલ તંત્ર દ્વારા વીજ કનેક્શન કાપવામાં આવ્યું છે. આ યુનિટ દ્વારા એસિડિક પ્રવાહીનો જમીન પર નિકાલ કરવામાં આવતો હોવાની બાતમીના આધારે જીપીસીબી દ્વારા રેઇડ કરવામાં આવી હતી અને એસિડિક પ્રવાહીનો જ્યાં નિકાલ કરવામાં આવ્યો હતો તેનું સેમ્પલ લઈને ગાંધીનગર મોકલવામાં આવ્યું હતું. આ સેમ્પલ ફેઇલ થતાં જીપીસીબી દ્વારા ગત તા. 8-6-2023 ના રોજ ક્લોઝર નોટીસ આપવામાં આવી હતી જેથી પીજીવીસીએલ દ્વારા આ યુનિટનું વીજ કનેક્શન કાપવામાં આવ્યું છે. તેવું પીજીવીસીએલના અધિકારી બાવરવાએ જણાવ્યું હતું.

- text