પાપા કહેતે હૈ બડા નામ કરેગા… વાહનોની ઘરઘરાટી વચ્ચે પણ ટેણીયો ભણવામા તલ્લીન

- text


મોરબીના ગેસ્ટ હાઉસ રોડ ઉપર રાંકના રતનનો ભણતર પ્રેમ !! વીડિયો વાયરલ 

મોરબી : મમ્મી તમે લોકો અવાજ ન કરો મને રીડિંગમા પ્રોબ્લેમ થાય છે… મમ્મા હું આજે થાકી ગયો છું, હોમ વર્ક નહિ કરું મને મૂડ નથી સ્કૂલે ફોન કરી દો નહિ તો નોટ લખી આપજો પ્લીઝ… આ શબ્દો આજકાલ કોનવેન્ટીયા શિક્ષણમાં આમ બની છે ત્યારે મોરબીના ટ્રાફિકથી ધમધમતા ગેસ્ટ હાઉસ રોડ ઉપર રાંકના રતન એવા ગરીબ બાળકનો વાયરલ થયેલ વીડિયો આજના બાળકોને અને ખાસ કરીને માતાપિતાને બે ઘડી વિચારતા કરી મૂકે એવો છે.

ટંકનું રળીને ટંકનું ખાતા…. જો કે આ શબ્દો ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમા અભ્યાસ કરતા આજના બાળકોને કદાચ નહિ સમજાય… ખેર જવા દો દરરોજ નું કમાઈને દરરોજ નસીબમાં હોય તો બે ટાઇમનું ભોજન મેળવતા ગરીબ પરિવારનો ટેણીયો આજે ટ્રાફિકથી ધમધમતા ગેસ્ટ હાઉસ રોડ ઉપર પોતાની અલગ મોજમાં સ્કૂલનું હોમવર્ક કરતા જોવા મળતા અહીંથી પસાર થતા લોકો ઘડી બે ઘડી જોતા રહી ગયા હતા.

- text

જુના કપડાની દુકાન ખોલી કમાણી કરતા હોય તેવા પરિવારના બાળકે પિતા કે માતાની રોજી રોટી એવા કપડાના પોટલા ઉપર જમાવી હતી અને ટ્રાફિક કે ઘોંઘાટની પરવા કર્યા વગર પોતાની મસ્તીમાં મોજથી લેખન કાર્યમાં એવો તો મશગુલ થયો હતો કે કોઈ તેનો વીડિયો ઉતારી રહ્યું છે તેની પણ તેને ખબર ન હતી.

આજના સમયમાં હાઈફાઈ ખાનગી શાળા, એસી કલાસીસ, સ્માર્ટ બોર્ડ સહિતની સુવિધા હોવા છતાં બાળકોને ભણવું ગમતું નથી ત્યારે આ વિરલો ફિલ્મ કયામત સે કયામત તક ના લોકપ્રિય ગીત પાપા કહેતે હૈ બડા નામ કરેગા… બેટા હમારા ઐસા કામ કરેગા… ને બરાબર સાર્થક કરતો હોવાની પ્રતીતિ વચ્ચે જો આ બાળકને થોડી પણ સુવિધા અને માર્ગદર્શન મળે તો જરૂરથી મોટો થઈને નામ કાઢશે તેમાં કોઈ બે મત નથી….

- text