ઓખા-મદુરાઈ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનને વધારાના સ્ટોપેજ આપવામાં આવ્યા

- text


મોરબી : પશ્ચિમ રેલવે દ્વારા ચલાવવામાં આવતી ઓખા-મદુરાઈ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનને કેટલાક સ્ટેશનો પર વધારાના સ્ટોપેજ આપવામાં આવ્યા છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલ કુમાર મીના ના જણાવ્યા અનુસાર ટ્રેન નંબર 09520/09519 ઓખા-મદુરાઈ-ઓખા સ્પેશિયલ પૂર્વ-ઘોષિત સ્ટોપેજ ઉપરાંત બંને દિશામાં વાશીમ, હિંગોલી, મુદખેડ, બસર, કામરેડ્ડી, મેડચલ, મલકજગીરી, શાદનગર, વાનપૂર્તિ રોડ, ગડવાલ, કુર્નૂલ સિટી, તાડપત્રી, યેરાગુંટલા અને કડપાહ સ્ટેશનો પર પણ રોકાશે.

ટ્રેન નંબર 09520/09519 ઓખા-મદુરાઈ વીકલી સ્પેશિયલ ટ્રેન (4-4 ટ્રીપ્સ) ટ્રેન નંબર 09520 ઓખા – મદુરાઈ સ્પેશિયલ સોમવારે 22.00 કલાકે ઓખાથી ઉપડશે અને ગુરુવારે 11.45 કલાકે મદુરાઈ પહોંચશે. આ ટ્રેન 10મી જુલાઈથી 31મી જુલાઈ, 2023 દરમિયાન દોડશે. વળતી દિશામાં, ટ્રેન નંબર 09519 મદુરાઈ – ઓખા સ્પેશિયલ શુક્રવારે 01.15 કલાકે મદુરાઈથી ઉપડશે અને રવિવારે 10.20 કલાકે ઓખા પહોંચશે. આ ટ્રેન 14મી જુલાઈથી 4મી ઓગસ્ટ, 2023 દરમિયાન દોડશે.

- text

આ ટ્રેન બંને દિશામાં દ્વારકા, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નંદુરબાર, અમલનેર, જલગાંવ, ભુસાવલ, અકોલા, વાશીમ, હિંગોલી, પૂર્ણા, એચ સાહિબ નાંદેડ, મુદખેડ, બસર, નિઝામાબાદ, કામરેડ્ડી, મેડચલ, મલકાજગીરી, કાચીગુડા, શાદનગર, મહબૂબનગર, વાનપૂર્તિ રોડ, ગડવાલ, કુર્નૂલ સિટી, ધોને, ગૂટી, તાડપત્રી, યેરાગુંટલા, કડપાહ, રેનીગુંટા, કાટપડી, વેલ્લોર કેન્ટોનમેન્ટ, તિરુવન્નામલાઈ, વિલુપુરમ, શ્રીરંગમ, તિરુચીરાપલ્લી, મણપ્પરાઈ, ડીંડીગુલ, કોડાઈકેનાલ રોડ અને કુડાલનગર સ્ટેશનો પર રોકાશે. આ સ્ટોપેજને કારણે રૂટ પરના કેટલાક સ્ટેશનોના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સેકન્ડ સ્લીપર અને જનરલ કોચ હશે. ટ્રેનોના સ્ટોપેજ, રચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

1278345107

- text