ચેક રિટર્ન કેસમાં મોરબીના દંપતિને એક વર્ષની કેદ અને બમણી રકમ ચૂકવવા આદેશ

- text


મોરબી : મોરબીના સંબંધના દાવે હાથ ઉછીના લીધેલા નાણાંના બદલામાં દંપતીએ આપેલ ચેક રિટર્ન થતા ચેક રિટર્ન કેસમાં નામદાર અદાલતે દંપતિને એક વર્ષની કેદ અને બમણી રકમ ચૂકવવા આદેશ કર્યો હતો.

આ કેસની વિગત જોઈએ તો મો૨બીના નાનજીભાઈ શિવાભાઈ મકવાણા તથા રાધાબેન નાનજીભાઈ મકવાણાએ સલીમભાઈ ઈસ્માઈલભાઈ સુમરા પાસેથી સબંધ દાવે રૂપિયા 3 લાખ હાથ ઉછીના લીધેલ હતા. જે રકમ ફરીયાદી સલીમભાઈએ પરત માંગતા આરોપી નાનજીભાઈ શિવાભાઈ મકવાણા તથા રાધાબેન નાનજીભાઈ મકવાણાએ રૂા.3 લાખનો ચેક આપેલ હતો, જે ચેક રીર્ટન થતાં સલીમભાઈએ મોરબીની કોર્ટમાં ઘી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ હેઠળ ફોજદારી કેસ નં. ૪૧૩૬/૨૦૨૨ થી ફરીયાદ દાખલ કરેલ હતી.

- text

જે ફરીયાદની ટ્રાયલ ચાલી જતાં ફરીયાદીના વકીલ અશ્વિન વિ. બડમલીયાની દલીલ તથા પુ૨ાવાઓને ઘ્યાને લઈ, મોરબીના એડી. જયુડી. ફ.ક. મેજી. સી.યુ.જાડેજા સાહેબએ તા. 19જૂનના રોજ આ૨ોપી નાનજીભાઈ શિવાભાઈ મકવાણા તથા રાધાબેન નાનજીભાઈ મકવાણાને એક વર્ષની સાદી કેદની સજા તથા ચેકની ૨કમ રૂ.ત્રણ લાખના ડબલ એટલે કે રૂપિયા છ લાખનો દંડ ક૨વામાં આવેલ છે. અને જો આ૨ોપી તે ૨કમ ભ૨વામાં કસુ૨ ક૨ે તો આરોપીને વધુ 90(નેવું) દિવસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ ક૨વામાં આવેલ છે. આ કામના ફરીયાદી ત૨ફે મો૨બીના વકીલ અશ્વિન બડમલીયા, મનીષ ગ૨ચ૨ તથા અનીલ ગોગરા રોકાયેલ હતા.

- text