એ ગઈ…રાજકોટ – મોરબી હાઇવે ઉપર ઉપરા છાપરી ત્રણ વાહનોની પલટી

- text


હાઇવે ઉપર ઘાત હોય તેમ ત્રણેય બનાવ ટંકારા નજીક બન્યા

ટંકારા : રાજકોટ – મોરબી હાઇવે ઉપર આજે ઘાત ટાપીને બેઠી હોય તેમ ટંકારા નજીક આજે એક જ દીવસમા ત્રણ ત્રણ અલગ અલગ વાહનો પલટી ખાઈ જતાં અકસ્માતની હારમાળા સર્જાઈ હતી.જોકે સદભાગ્યે એક પણ અકસ્માતમાં કોઇ જાનહાની થઇ ન હતી પરંતુ વાહન ચાલકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી.

રાજકોટ – મોરબી હાઇવે ઉપર આજે વહેલી સવારે 12 નાલા પાસે વહેલી સવારે કાર પલ્ટી ખાઈ ગઈ હતી. જ્યારે બપોરે ત્યાંથી થોડે દૂર જ પેસેન્જર ભરેલ રીક્ષા રોડ નીચે ખાડામાં ઉતરી ગઈ હતી. અને સાંજના સમયે હોટલ ખજૂરા નજીક આઈટીઆઈ પાસે એક પીકઅપ મીની ટ્રક ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાઇ પલટી મારી ગયો હતો. આ તમામ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી પરંતુ લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળે છે.

- text

- text