પહેલા રસ્તો તોડ્યો એ રિપેર કરાવો પછી જ દંડ વસુલાત : ખાણખનીજ તંત્ર આકરે પાણીએ

- text


હળવદ – દેવળીયા રોડ ઉપર ઓવરલોડ આઈવા ડમ્પર ફસાઈ ગયા બાદ ધારાસભ્ય કાંતિલાલ મેદાને આવતા જ તંત્ર દોડ્યું

મોરબી : મોરબીમાં ખનીજચોરો ઉપર લગામ કસવા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા ગઈકાલે મેદાને આવ્યા બાદ જે ઓવરલોડ આઈવા ડમ્પર માલિકે રસ્તાને નુકશાન પહોચાડ્યું હતું તે ટ્રક માલિક વિરુદ્ધ દંડનીય કાર્યવાહી પૂર્વે ખાણખનિજ અધિકારીએ ટ્રક માલિક પાસે તૂટેલો રસ્તો રીપેર કરાવી કાયદાની કડક નીતિનું ભાન કરાવ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે મોરબીના જેતપર હળવદ રોડ ઉપર ખનીજ ચોરી કરી રહેલા ઓવરલોડ ડમ્પર ચાલક રોડ ઉપર ફસાઈ જતા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ ખાણખનીજ વિભાગને દોડતું કરી હેવી આઈવા ડમ્પર ચાલક વિરુદ્ધ ઉપર ઉભા રહી દંડનીય કાર્યવાહી કરાવતા આજે ડમ્પર માલિક દંડની રકમનો મેમો લેવા ખાણ ખનીજ કચેરીએ પહોંચતા જ ખાણ ખનીજ અધિકારી જે.એસ.વાઢેરે ડમ્પર માલિકને પહેલા તો તૂટેલો રસ્તો રીપેર કરાવી વિડીયોગ્રાફીના પુરાવા આપો ત્યાર બાદ જ દંડનીય કાર્યવાહી થશે તેવો આદેશ કરતા ઓવરલોડેડ વાહનોમાં ખનીજ વહન કરતા તત્વોમાં ફફડાટ મચી ગયો હતો.

- text

બીજી તરફ ખાણ ખનીજ વિભાગના અધિકારી જે.એસ.વાઢેરના આદેશને પગલે ઓવરલોડ ખનીજ વહન કરનાર ટ્રક માલિક દોડતા થયા હતા અને તાબડતોબ જેતપર દેવળીયા માર્ગને રીપેર કરવા માટે મશીનરી કામે લગાડી રોડની મરામત કરાવી હતી. દરમિયાન ખાણ ખનીજ વિભાગના અધિકારી જે.એસ.વાઢેરએ જણાવ્યું હતું કે, રોડનું રીપેર કાર્ય થતા હવે નિયમાનુસાર દંડ વસુલવાની કામગીરી હાથ ધરવામાં આવશે.

- text