મોરબીમાં ફૂટવેરના વેપારી સાથે લુખ્ખાગીરી કરનાર આરોપીની ધરપકડ

- text


પોલીસે શખ્સને પકડી કાયદાનું ભાન કરાવ્યું

મોરબી : મોરબીના રવાપર રોડ ઉપર યદુનંદન કોમ્પ્લેક્સમાં દુકાન ધરાવતા બુટ ચપ્પલના વેપારી પાસેથી બળજબરીથી પૈસા માંગ્યાના બનાવમાં ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા મેદાને આવ્યા બાદ આ મામલે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ગુન્હો દાખલ થયા બાદ પોલીસે આજે લુખ્ખા શખ્સને પકડી કાયદાનું ભાન કરાવ્યું છે.

- text

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં મૂળ ટંકારા તાલુકાના સજનપર ગામના રહેવાસી અને યદુનંદન કોમ્પ્લેક્સમાં બુટ ચપ્પલની દુકાન ધરાવતા મનીષભાઈ પ્રવીણભાઈ જીવાણીએ ગઈકાલે કાલિકા પ્લોટમાં રહેતા આરોપી મોઇન ઇસ્માઇલ ચાનિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, બે વર્ષ પહેલા આરોપી મોઇન તેમની ક્રિસ્ટલ સૂઝ નામની દુકાનમાંથી ચપલ લઈ ગયા બાદ પૈસા આપ્યા ન હોવાથી ફરી પોતાની દુકાને આવતા વેપારી મનીષભાઈએ અગાઉના બાકી પૈસા માંગતા આરોપીએ મારી પાસે કેમ પૈસા માંગશ કહી ઝપાઝપી કરી મુંઢમાર મારી ઈજાઓ પહોંચાડી હતી. આ ફરિયાદને પગલે પોલીસે તુરંત આરોપીને ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે.

- text