જાગરણની રાત્રે ઉજાગરા કરનારા છેલબટાઉઓની ખેર નથી : મોરબી પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત 

- text


જાગરણ નિમિતે 70 જેટલા પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત : આઠ ટીમો સતત પેટ્રોલિંગ કરશે

તમામ માર્ગો અને હરવા ફરવા તેમજ સિનેમાઘરો પાસે પોલીસ ખડેપગે રહેશે : બદઈરાદા સાથે ધરાર જાગરણ કરતા છેલ બટાઉ શખ્સોની ખેર નહીં રહે

મોરબી : મોરબીમાં આજે રાત્રે જયાપાર્વતી જાગરણ દરમિયાન રાત્રે યુવતીઓ તેમજ મહિલાઓ પરિવાર સાથે શાંતિ અને સલામતી સાથે જાગરણ મનાવી શકે તે માટે મોરબી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવશે. રાતભર પોલીસનું તમામ માર્ગો ઉપર સતત પેટ્રોલિંગ રહેશે. તમામ માર્ગો અને હરવા ફરવા તેમજ સિનેમાઘરો પાસે પોલીસ ખડેપગે રહેશે. આથી બદઈરાદા સાથે ધરાર જાગરણ કરતા છેલ બટાઉ શખ્સોની ખેર નહીં રહે.

- text

મોરબીમાં આજે આજે રાત્રે જયાપાર્વતી જાગરણ નિમિતે બહેનો સલામત રીતે હરી ફરી શકે તે માટે પોલીસ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. પોલીસ રાતભર શહેરમાં રાઉન્ડ ઘ ક્લોક પેટ્રોલીંગ કરશે. જેમાં એ ડિવિઝન અને બી ડિવિઝન મળી 70 જેટલો પોલીસનો સ્ટાફ ખડેપગે રહેશે. જાગરણ માટે પોલીસની આઠ ટિમો બનાવવામાં આવી છે. જેમાં ત્રણ પીઆઇ, ત્રણ પીએસઆઇ સહિત 70 જેટલા પોલીસ સ્ટાફનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. કેસરબાગ, સ્કાય મોલ, મહેન્દ્ર ડ્રાઈવ રોડ સહિતના માર્ગો ઉપર પોલીસની સતત વોચ રહેશે. જાગરણની રાત્રે કારણ વગર ઉજાગરા કરનાર લંપટ શખ્સો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ પોલીસ દ્વારા જણાવાયું છે.

- text