પ્રમાણિકતા ! નાસ્તાની લારીમાં કામ કરતા યુવાને રૂ.50 હજાર ભરેલો થેલો મૂળ માલિકને પરત કર્યો

- text


હળવદ સરા ચોકડી પર નાસ્તો કરવા આવેલ શિવપુરના વૃદ્ધ 50 હજાર ભરેલો થેલો ભૂલી ગયા હતા 

હળવદ : સોમવારે મોડી સાંજે હળવદની સરા ચોકડી પર આવેલ નાસ્તાની લારી પર શિવપુર ગામના વૃદ્ધ રૂપિયા 50,000 ભરેલ થેલો ભૂલી ગયા હતા. જોકે આ થેલો લારીમાં કામ કરતા ઈમરાનના ધ્યાને આવતા તેને લારી માલિકને જાણ કરી હતી અને બાદમાં મંગળવારે સાંજે રૂપિયા ભરેલો થેલો મૂળ માલિકને પરત કરી લારી માલિકે અને કર્મચારી યુવાને પ્રમાણિકતા દાખવી હતી.

હળવદ શહેરની સરા ચોકડી ખાતે નાસ્તો વેચીને ગુજરાત ચલાવતા રેકડી ધારકે તેમજ તેમાં કામ કરતા યુવાને મુઠ્ઠી ઉચેરી માનવતાના દર્શન કરાવ્યા હતા.ચોકડી પર માવતર પાઉભાજી વાળા ભરતસિંહને ત્યાં હળવદ તાલુકાના શિવપુર ગામે રહેતા કિશોરભાઈ કાનાણી સોમવારે મોડી સાંજે અમદાવાદથી પરત પોતાના ગામ જઈ રહ્યા હતા ત્યારે સરા ચોકડી પર નાસ્તો કરવા ઊભા રહ્યા હતા અને તેઓના હાથમાં રહેલો રૂપિયા 50,000 ભરેલો થેલો પાઉભાજીની લારી ઉપર ભૂલી ગયા હતા.

- text

જોકે અહીં કામ કરતા ઈમરાનભાઈ ખાલીફાના ધ્યાને આ થેલો આવતા તેને લારી માલિક ભરતસિંહને જાણ કરી હતી.બાદમાં થેલાના મૂળ માલિકને શોધી તેઓને રૂપિયા 50,000 ભરેલો થેલો પરત કરી પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

- text