મોરબીમાં ફૂટવેરના વેપારી સાથે લુખ્ખાગીરી કરનાર શખ્સનો વિડીયો વાયરલ 

- text


સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધવામાં આવ્યો : ધારાસભ્ય મેદાને આવતા મામલો ગરમાયો 

મોરબી : મોરબીના રવાપર રોડ ઉપર યદુનંદન કોમ્પ્લેક્સમાં દુકાન ધરાવતા બુટ ચપ્પલના વેપારી પાસેથી બળજબરીથી ખંડણી માંગવાના કિસ્સામાં ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા મેદાને આવ્યા છે ત્યારે આ મામલે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ગુન્હો દાખલ થવાની સાથે વેપારીને લુખ્ખો માર મારતો હોય તેવો વિડીયો પણ વાયરલ થયો છે.

- text

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં મૂળ ટંકારા તાલુકાના સજનપર ગામના રહેવાસી અને યદુનંદન કોમ્પ્લેક્સમાં બુટ ચપ્પલની દુકાન ધરાવતા મનીષભાઈ પ્રવીણભાઈ જીવાણીએ કાલિકા પ્લોટમાં રહેતા આરોપી મોઇન ઇસ્માઇલ ચાનિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, બે વર્ષ પહેલા આરોપી મોઇન તેમની ક્રિસ્ટલ સૂઝ નામની દુકાનમાંથી ચપલ લઈ ગયા બાદ પૈસા આપ્યા ન હોવાથી ફરી પોતાની દુકાને આવતા પૈસા માંગતા વેપારી મનીષભાઈએ પૈસા માંગતા આરોપીએ મારી પાસે કેમ પૈસા મંગશ કહી ઝપાઝપી કરી મુંઢમાર મારી ઈજાઓ પહોંચાડતા આ મામલે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે આરોપી મોઇન વિરુદ્ધ આઇપીસી કલમ 323, 504, 506(2)મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે સાથે જ બનાવ અંગેના સીસીટીવી ફૂટેજ પણ હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

- text