મોરબીમાં કારમાંથી રૂ.૪૯ હજારના વિદેશી દારૂ સાથે એકની ધરપકડ 

- text


મોરબી : મોરબીમાં નાની વાવડી રોડ ઉપર એ ડિવિઝન પોલીસે દરોડો પાડી કારમાંથી રૂ. ૪૯ હજારનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડી એક શખ્સની ધરપકડ કરી છે. ઉપરાંત અન્ય એક શખ્સનું નામ ખુલતા તેને પકડી પાડવાની તજવીજ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસને બાતમી મળેલ કે રવિભાઇ જીતેન્દ્રભાઇ પાલા રહે.મોરબી નાની વાવડી રોડ બજરંગ સોસાયટી વાળો પોતાના ઘરની બહાર એસન્ટ કાર રજી નં.GJ05-CP-0039 વાળી કારમા ઈગ્લીસ દારૂનો જથ્થો રાખી ઈગ્લીસ દારૂની બોટલોનુ વેચાણ કરે છે. જેના આધારે દરોડો પાડતા ઇગ્લીશદારૂ ની બોટલ નંગ-૧૩૨ કિ.રૂ.૪૯,૫૦૦/- નો મુદામાલ તથા એસન્ટ કાર રજી નં.GJ05-CP-0039 કિ.રૂ.૧,૦૦,૦૦૦/- મળી કુલ મુદામાલ રૂ.૧,૪૯૫૦૦/- સાથે રવીભાઇ જીતેન્દ્રભાઇ પાલા ઉ.વ.૨૭ને પકડી પાડેલ છે. જ્યારે આ દારૂનો જથ્થો આપનારમાં ભરતભાઇ કાનજીભાઇ ચાવડા રહે.રવાપર રોડ, સદગુરૂ સોસાયટી-૦૧ વાળાનું નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરાઈ છે.

- text

આ કામગીરીમાં પીઆઇ એચ.એ.જાડેજા, પો.સબ.ઇન્સ કે.એચ.ભોચીયા, એ.એસ.આઇ રાજદીપસિંહ રાણા, પો.હેડકોન્સ કિશોરભાઇ મિયાત્રા, ચકુભાઇ કરોતરા, ધર્મેન્દ્રભાઇ વાધડીયા,પો.કોન્સ સિધ્ધરાજસિંહ જાડેજા, સિધ્ધરાજભાઇ લોખીલ તથા તેજાભાઇ ગરચર રોકાયેલ હતા.

- text