વાવડી રોડ ઉપર ત્રણ દિવસથી ભારે ટ્રાફિકજામ

- text


ભારેખમ ટ્રાફિક ધરાવતા વાવડી રોડ ઉપર ટ્રાફિક પોલીસ અદ્રશ્ય હોવાથી ટ્રાફિકનું સંચાલન ખોરવાયું, વાહન ચાલકોને ભારે મુશ્કેલી

મોરબી : મોરબીના અતિશય ટ્રાફિક ધરાવતા વાવડી રોડ ઉપર ખુદ ટ્રાફિક પોલીસ અદ્રશ્ય થઈ જતા ટ્રાફિકનું સંચાલન રામભરોષે થઈ ગયું છે. આડેધડ વાહન વ્યવહારને કારણે છેલ્લા ત્રણ દિવસથી વાવડી રોડ ઉલર સતત ટ્રાફિકજામ સર્જાય છે. સતત ટ્રાફિકજામથી અનેક વાહન ચાલકો ફસાય રહ્યા છે. તેમ છતાં પોલીસ ટ્રાફિક કિલિયર કરવા માટે ન ડોકાતા ટ્રાફિક વ્યવસ્થા રીતેસરની ભાંગી પડી છે.

- text

મોરબીના વાવડી રોડ ઉપર દરરોજ હજારો વાહનો અવરજવર કરતા હોય આ મહત્વના પોઇન્ટ ઉપર ટ્રાફિકના નિયત્રણ માટે વાવડી રોડ પર ટ્રાફિક પોલીસની સતત હાજરી અતિ આવશ્યક છે. તેમ છતાં ટ્રાફિક પોલીસ જ ન ડોકાતા વાહન વ્યવહાર ખોરવાયો છે. વાવડી રોડ મોટો અને ડબલપટ્ટીનો વિશાળ હોય પણ ભારેખમ ટ્રાફિકને કારણે પોલીસ હાજર રહે તો પણ ટ્રાફિકનું નિયત્રણ કરવામાં નાકે દમ આવી જાય તેમ છે. ત્યારે આવી પરિસ્થિતિ વચ્ચે ટ્રાફિક પોલીસ હાજર ન રહેતા વાહન વ્યવહાર ખોરવાયો હતો અને વાવડી રોડ ઉપર છેલ્લા ત્રણ દિવસથી સતત ટ્રાફિકજામ થાય છે અને ટ્રાફિકજામથી વાહનોની ગીચતા વધતા વાહનોની કાતરો લાગી ગઈ છે. જો કે ટ્રાફિક પોલીસ ન હોય અમુક જાગૃત લોકોને જાતે જ ટ્રાફિકનું સંચાલન કરવું પડે છે. ત્યારે સ્થાનિકોએ વાવડી રોડ ઉપર કાયમી રીતે ટ્રાફિક પોલીસને મૂકી આ સમસ્યા હલ કરવાની માંગ કરી છે.

- text