વાવડી રોડની સોસાયટી પાસે કચરાના ગંજ ખડકાયા

- text


બે દિવસથી કચરાના ગંજના સતત ફોટા સાથે ફરિયાદ કરવા છતાં નગરપાલિકા ધ્યાન જ ન આપતી હોવાથી સ્થાનિકોની ફરિયાદ

મોરબી : મોરબી પાલિકાએ શહેરીજનો માટે બે દિવસ પહેલા હેલ્પલાઇન નબર જાહેર કરીને ગંદકીના ફોટા મોકલો અને નગરપાલિકા તે સ્થળે તુરંત સફાઈ કરશે તેવી જાહેરાત કરી હતી. પણ વાવડી રોડની સોસાયટીના લોકોએ તેમની સોસાયટી ખડકાયેલા કચરાના ગંજ ઉપડાવાની નગરપાલિકા સતત ફરિયાદ કરવા છતાં નગરપાલિકા ધ્યાન જ ન આપતી હોવાનું રોષભેર જણાવ્યું છે.

મોરબીના વાવડી રોડ ઉપર આવેલી સોમૈયા સોસાયટીમાં કચરાના ગંજ ખડકાયા છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે, તેમની સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી કચરાના ગંજ ખડકાયેલા હોય નગરપાલિકાને ફોટા મોકલીને ફરિયાદ કરવા છતાં 4 દિવસથી કચરો ઉપાડવા કોઈ આવતું નથી. નગરપાલિકાએ હમણાં જ શહેરને સ્વચ્છ બનાવવા માટે એક નવતર યોજના અમલમાં મૂકી શહેરીજનોને અપીલ કરી હતી કે પાલિકાની હેલ્પલાઇન નંબરમાં તમારા વિસ્તારની કચરાના ફોટો મોકલવો અને તુરંત આ સમસ્યા હલ કરો તેમ જણાવીને ગંદકી તુરંત નગરપાલિકા હલ કરશે તેવી જાહેરાત કરી હતી. પણ વાવડી રોડની સોસાયટીના લોકોએ કચરાના ગંજની ફરિયાદ કરી હોવા છતાં તંત્ર કઈ કાર્યવાહી કરતું ન હોવાથી નગરપાલિકા અગાઉ ગંદકી હલ કરવાની માત્ર શેખી જ મારી હોવાની પોલ ખુલી છે.

- text

- text