ઉર્જા મંત્રી સાથે મિટીંગ બાદ વીજ કર્મચારીઓની હડતાળનો સુખદ અંત

- text


પ્રમુખ ગોરધનભાઈ ઝડફિયા દ્વારા બિનકાયદેસર ઓર્ડર બાબતે ઉર્જા મંત્રીને રજુઆત કરતા ઉર્જા મંત્રી દ્વારા જેટકો એમડીને ઓર્ડરો રદ કરવાની સુચના આપવામાં આવી

મોરબી : વીજ કંપની જેટકોના ઇજનેરોના તેમજ સ્ટાફના લાંબા સમયથી પેન્ડિંગ પ્રશ્નો બાબતે જેટકો કર્મચારીઓ દ્વારા હળતાળનું શસ્ત્ર ઉગામવામાં આવ્યા બાદ ઉર્જા મંત્રી સાથે બેઠકમાં મોટાભાગની માંગો સ્વીકારવામાં આવતા હળતાળનું સુખદ સમાધાન થયેલ છે.

વીજ કર્મચારીઓની હડતાળ પ્રશ્ને જીયુવિએનએલના ચેરમેન, જીયુવિએનએલ ડાયરેક્ટર એડમીન, પાવર સેક્રેટરી, જેટકો એમડી, જનરલ મેનેજર એચ આર તથા ગુજરાત ઊર્જા સંકલન સમિતિ તરફથી બી.એમ.શાહ, બળદેવભાઇ પટેલ, એચ. જી.વઘાસિયા, એ.ડી. હૂલાણી, નીરવ બારોટ, હર્ષદભાઇ પટેલની હાજરીમાં ઉપરોક્ત તમામ જેટકોના પેન્ડિંગ પ્રશ્નોની ચર્ચા વિચારણા થયેલ. આ બાબતે માનનીય ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા મેનેજમેન્ટને એસોસિએશનના પ્રશ્નો બાબતે નિરાકરણ કરવાની સૂચના આપેલ. તેમજ પોલિસી લેવલના અગત્યના પ્રશ્ન જે 6 નાયબ ઇજનેરોના રદ થયેલા ઓર્ડરો રીસ્ટોર કરીને મોડીફીકેશન કરેલ તેને રદ કરવાની સુચના જેટકો એમડીને આપેલ. આથી ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિ દ્વારા હડતાલના આગળના કાર્યક્રમ રદ કરવામાં આવેલ છે.

- text

આ હડતાલને સમાપ્ત કરવામાં જીઇબી એન્જિનિયર એસોસિએશનના પ્રમુખ ગોરધનભાઈ ઝડફિયા દ્વારા મહત્વની ભુમિકા નિભાવવા બદલ ગુજરાત ઉર્જા સયુક્ત સંકલન સમિતિ દ્વારા તેમનો ખાસ આભાર માનવામાં આવે છે. આ ઉપરાંત રાજ્યના ઉર્જા મંત્રી દ્વારા ઇજનેરોની અને કર્મચારીઓની વાવાઝોડા દરમિયાન કરેલી કામગીરીની પ્રશંસા પણ કરેલ જેની નોંધ લેવા બદલ તથા મુદ્દાઓનું નિરાકરણ કરવા બદલ વીજ કર્મચારી સંગઠન દ્વારા ઉર્જામંત્રીનો પણ ખૂબ ખૂબ આભાર માનવામાં આવેલ. ઉપરાંત ઉર્જા વિભાગ, જીયુવિએનએલ અને જેટકો મેનેજમેંટનો પણ આભાર માનવામા આવેલ હતો.

- text