દીકરીનો જન્મ કેમ થયો કહી મોરબીની પરિણીતાને સાસરિયાઓનો ત્રાસ 

- text


પરિણીતાએ પતિ, સાસુ, સસરા અને નણંદ સહિતના સાસરિયાઓ વિરુદ્ધ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી 

મોરબી : મોરબીમાં રહેતી પરિણીતાની કુખે દીકરીનો જન્મ થતા પતિ, સાસુ, સસરા અને નણંદો સહિતના સાસરિયાઓએ મેણા ટોણા મારી શારીરિક, માનસિક ત્રાસ આપતા પરિણીતાએ તમામ સાસરિયાઓ વિરુદ્ધ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

બનાવ અંગે મોરબીના રવાપર રોડ ઉપર શુભપેલેસ એપાર્ટમેન્ટમાં રહેતા દિશાબેન મેહુલભાઈ ભોજાણી ઉ.32 નામના પરિણીતાએ રવાપર ધુનડા રોડ ઉપર લોટ્સ એપાર્ટમેન્ટમાં રહેતા પતિ મેહુલભાઈ લક્ષ્મણભાઇ ભોજાણી, સસરા લક્ષ્મણભાઇ બેચરભાઇ ભોજાણી,સાસુ દયાબેન લક્ષ્મણભાઇ ભોજાણી અને સ્મીતાબેન અલ્પેશભાઇ કાનાણી તેમજ રૂપલબેન અશોકભાઇ ભોરણીયા વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ મથકમાં પોતાને દીકરીનો જન્મ થતા પતિ સહિતના સાસરિયાઓ મેણા ટોણા મારી ત્રાસ આપતા હોવાનું જણાવતા પોલીસે આઇપીસી કલમ 498(ક), 323 અને 114 મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text