મોરબીની સોમનાથ સોસાયટીમાં દર ચોમાસે પળોજણ, સ્થાનિકોમાં રોષ

- text


થોડા જ વરસાદમાં શેરીઓમાં જાણે દરિયો ભરાયો હોય તેવી સ્થિતિ, બાળકોથી લઈ વૃદ્ધો સુધી તમામને હાલાકી

મોરબી : મોરબીની સોમનાથ સોસાયટીમાં દર ચોમાસે પળોજણ સર્જાતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. થોડા જ વરસાદમાં શેરીઓમાં જાણે દરિયો ભરાયો હોય તેવી સ્થિતિ સર્જાય છે. જેને લઈને બાળકોથી લઈ વૃદ્ધો સુધી તમામને હાલાકી ભોગવવી પડે છે.

સ્થાનિકો જણાવે છે કે મોરબીના હાર્દ સમાં વિસ્તાર એટલે કે સરદારબાગ પાછળ આવેલ સોમનાથ સોસાયટીમાં જરાક વરસાદનું ઝાપટુ આવે અને દરિયો ભરાઇ જાય છે. જ્યા આ વરસાદનું પાણી સુકાવાનું નામ લેતું નથી અને ગંદકી સાથે મચ્છર અને જીવાતનો ઉપદ્રવ થાય છે. જેને કારણે માંદગીનો ડર લાગે છે.બાળકો બહાર રમી શકતા નથી. વડીલો બહાર વોક કરવા પણ નીકળી શકતા નથી. ઉપરાંત અહીંની શેરીમાં લાઇટો છેલ્લા કેટલાય દિવસથી બંધ છે. આ મામલે પાલિકા ત્વરિત કાર્યવાહી કરે તેવી માંગ છે.

- text

- text