આખરે લાતીપ્લોટમાં ભરાયેલા પાણી ઉલેચવાનું શરૂ કરતી પાલિકા

- text


પાલિકા તંત્રએ પાણીના નિકાલની શરૂ કરેલી કામગીરી સામે વેપારીઓએ થુંકના સાંધા જેવું નહીં પણ નક્કર કામગીરી કરે તો જ ગારા કીચડ અને પાણીની સમસ્યા હલ થવાનું જણાવ્યું

મોરબી : મોરબીના લાતીપ્લોટ વિસ્તારમાં વરસાદ અને ગટરના પાણી ભરાવવાની ગંભીર સમસ્યાની આખરે નગરપાલિકાએ નોંધ લઈને પાણીના નિકાલની શરૂઆત કરી છે. પાલિકા તંત્રએ પાણીના નિકાલની શરૂ કરેલી કામગીરી સામે વેપારીઓએ થુંકના સાંધા જેવું નહીં પણ નક્કર કામગીરી કરે તો જ ગારા કીચડ અને પાણીની સમસ્યા હલ થવાનું જણાવ્યું છે.

લાતીપ્લોટમાં પાણી ભરાયેલા હોય તે મામલે પાલિકાના વહીવટીદાર એન.કે. મુછારે લાતીપ્લોટમાં રૂબરૂ જઈ પાણી ભરવાની સમસ્યાનું નિરીક્ષણ કરીને વેપારીઓ સાથે વાતચીત કરી હતી. આજે સવારે નગરપાલિકાની ટીમ ત્યાં પહોંચી લાતીપ્લોટ 6/7 ની વચ્ચે રોડ ઉંચો થઈ જતા પાણી ભરાય જતા હોવાનું નક્કી કરી ત્યાંથી પાણીનો નિકાલ કરવાની શરૂઆત કરી છે અને લાતીપ્લોટ 9 નંબરમાં આવેલી કુંડીમાં આ પાણીનો નિકાલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. સામે વેપારીઓએ કહ્યું હતું કે, લાતીપ્લોટ નંબર 6 માંથી પાણી નીકળશે એ 7 નંબરમાં આવશે પણ ત્યાં અત્યારે ગારા કીચડ હોય પાણી આવવાથી સમસ્યા વધશે અને ધંધા રોજગાર પર એની અસર પડશે. એક મહિના પહેલા અહીં ગારા કીચડ હોય માટી નાખી હતી. તે હવે ફરીથી કાઢી નાખતા પાણી સતત ભરાયેલા રહેશે તેથી ધંધા રોજગાર થઈ શકશે નહીં. આથી પાલિકા થુંકના સાંધા જેવું નહીં પણ ક્યાંય પાણી ન ભરાય તેવી નક્કર અને કાયમી ઉકેલ આવે તેવી કાર્યવાહી કરે તેવી માંગ કરી છે.

- text

- text