મોરબીના વોર્ડ નંબર -13માં અનિયમિત કચરા કલેક્શનથી રહીશોને હાલાકી

- text


મહિનામાં ત્રણ જ વખત ગાડી કચરો લેવા આવતી હોવાની નગરપાલિકાને ફરિયાદ

મોરબી : મોરબીના વોર્ડ નંબર -13ની સોસાયટીમાં અનિયમિત કચરા કલેક્શનથી રહીશોને હાલાકી ભોગવવી પડે છે અને મહિનામાં ત્રણ જ વખત કચરો લેવા ગાડી આવતી હોવાની નગરપાલિકાને ફરિયાદ કરી સોસાયટીમાં નિયમિત કચરો લેવા માટે ગાડી આવે તેવી વ્યવસ્થા ગોઠવવાની માંગ કરી છે.

મોરબીના નંદનવન પાર્ક, સ્કાય લેન્ડ એપાર્ટમેન્ટના રહીશોએ નગરપાલિકાના ચીફ ઓફિસરને રજુઆત કરી હતી કે, મોરબીના વોર્ડ નંબર 13માં રામકો બંગલો પાછળ આવેલ નંદનવન પાર્કમાં તમામ એપાર્ટમેન્ટમાં નગરપાલિકા દ્વારા અનિયમિત રીતે કચરો લેવામાં આવે છે. જેમાં મહિનામાં માત્ર ત્રણ વાર જ કચરો લેવા આવે છે. ક્યારેક તો કચરા કલેક્શનવાળા આગળની સોસાયટીમાંથી નીકળી જાય છે. જ્યારે દરરોજ કચરો થતો હોય અને આ રીતે કચરો લેવા ન આવે તો કચરો ક્યાં નાખવા જવો ? આથી દરરોજ કચરા કલેક્શનવાળા તેમના વિસ્તારમાં કચરો લેવા આવે તેવી વ્યવસ્થા ગોઠવવાની માંગ કરી છે.

- text

- text