મોરબીના ગાળા નજીક ગેસના બાટલા ફાટતા નિર્દોષ સગીરના મૃત્યુ મામલે પોલીસે માત્ર એડી નોંધી

- text


મોરબી : મોરબી તાલુકાના ગાળા ગામના પાટિયા નજીક હાર્ડવેરની દુકાનમાં સંગ્રહાયેલ જીવતા બૉમ્બ સમાન ગેસના બાટલાના જથ્થામા આગની ઘટનામાં બાટલો ફાટીને પગપાળા જતા નિર્દોષ સગીરને લાગતા મૃત્યુ થવા પ્રકરણમાં બાટલા સંગ્રહનાર વ્યક્તિ વિરુદ્ધ કડક કાર્યવાહી રૂપે હજુ ગુન્હો નોંધાયો નથી અને માત્રને માત્ર સગીરના મોત મામલે એડી એટલે કે અકસ્માતે મૃત્યુ અંગે જ નોંધ કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગત તા.26ના રોજ મોરબીના ગાળા અને ગૂંગણના પાટિયા નજીક કૈલાશ કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં આવેલ હાર્ડવેર અને ઇલેક્ટ્રિકની દુકાનમાં સંગ્રહી રાખવામાં આવેલ રાંધણગેસના બાટલાના જથ્થામાં આગ લાગતા વિકરાળ આગમાં બાટલાઓ બૉમ્બ બનીને ફૂટ્યા હતા અને ફુટેલ બાટલાના લોખંડના ટુકડા નજીકથી પસાર થઈ રહેલા સલમાનખાન ચંદબાબુ ખાનને ગળાના ભાગે તેમજ છાતીના ભાગે લાગતા ઇજાગ્રસ્ત સગીરનું મૃત્યુ નીપજ્યું હતું. જો કે, સગીરના મૃત્યુ મામલે મામલતદાર કે, પોલીસે પહેલા કોઈ નોંધ કરી ન હતી પરંતુ બાદમાં અચાનક જ પોલીસે ગુન્હાહિત બેદરકારી દાખવાનારાઓ વિરુદ્ધ કડક કલમો મુજબ ગુન્હો નોંધવાને બદલે માત્ર સગીરનું અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી હોવાનું જાણવા મળે છે.

- text

- text