મોરબીના બીઆરસી ભવન ખાતે જિલ્લા કક્ષાની RBI ક્વિઝ સ્પર્ધા યોજાઈ

- text


મોરબી : નાણાકીય સમાવેશન અને વિકાસ વિભાગ ભારતીય રિઝર્વ બેન્ક અમદાવાદ દ્વારા જી-20 અંતર્ગત જિલ્લા કક્ષાની નાણાકીય સાક્ષરતા પર અખિલ ભારતીય કવિઝ 2023નું આયોજન આજે બીઆરસી ભવન મોરબી ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ટંકારા તાલુકાની સજનપર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. માળીયા તાલુકાની મોટા દહીંસરા કન્યા પ્રાથમિક શાળાએ દ્વિતીય ક્રમ મેળવ્યો હતો અને અને હળવદ તાલુકાની ઢવાણા માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ ત્રીજો ક્રમ પ્રાપ્ત કર્યો હતો.

ક્વિઝમાં જનરલ નોલેજ, આર.બી.આઈ./બેન્કિંગ રિલેટેડ પ્રશ્નો, ફાઈનાન્સિયલ institutions ને લગતા પ્રશ્નો, G20 અંતર્ગત પ્રશ્નો જેવા વિવિધ રાઉન્ડ સામેલ હતા. જિલ્લા કક્ષાની આ સ્પર્ધામાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયામાંથી આસિસ્ટન્ટ મેનેજર રવીન્દ્ર કરાલે તથા LDM સુરેન્દ્ર ચૌધરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વિજેતા ટીમોને સર્ટિફિકેટ તથા શિલ્ડ વડે સન્માનિત કરાયા હતા તેમજ ભાગ લેનાર દરેકને આરબીઆઈ દ્વારા સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. મદદનીશ પ્રોજેક્ટ કો.ઓર્ડીનેટર પ્રવિણભાઈ ભોરણીયાના નિર્દેશનમાં બીઆરસી ચિરાગભાઈ આદ્રોજા, બાબુલાલ દેલવાડિયા, વિરલભાઈ સાણજા તથા ટીમ દ્વારા સમગ્ર ક્વિઝનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

- text

- text