ગરબા શોખીનો થઈ જાવ તૈયાર : બ્રિજવાસી દાંડિયા કલાસીસમાં 8 જુલાઈથી બે દિવસ ફ્રી વર્કશોપ

 

સુરતી એન્ડ સાલસા ગરબાના સ્પેશિયાલિસ્ટ : 10 જૂનથી રેગ્યુલર બેચ શરૂ : 5+1 મેમ્બર ફ્રી શીખી શકશે, 10 મેમ્બર સાથે આવે તેને ભવ્ય ડિસ્કાઉન્ટ મળશે : હોમ બેન્ચ પણ લેવાશે : રજીસ્ટ્રેશન ચાલુ

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : શુ આપને ગરબા શીખવા છે ? અથવા તો આપને ગરબા આવડે છે પણ સુરતી એન્ડ સાલસા ગરબાના પ્રો ખેલૈયા બનવું છે ? તો બ્રિજવાસી દાંડિયા કલાસીસ ધમાકેદાર ઓફર્સ સાથે નવી બેચ શરૂ કરવા જઈ રહ્યું છે. આ ઉપરાંત બે દિવસ ફ્રી વર્કશોપ પણ રાખવામાં આવ્યો છે.

મોરબીમાં અવની ચોકડી નજીક પટેલ કલરની ઉપર પટેલ શોપિંગમાં ત્રીજા માળે બ્રિજવાસી દાંડિયા કલાસીસ કાર્યરત છે. જે સુરતી એન્ડ સાલસા ગરબાના સ્પેશિયાલિસ્ટ છે. અહીં તા.10 જૂનથી નવી બેચ શરૂ થવા જઈ રહી છે. જેનો સમય સવારે 8થી 12 અને સાંજે 4થી 11 છે. જેમાં પ્રથમ બેઝિક કોર્ષ અને પછી એડવાન્સ કોર્ષ ચલાવવામાં આવે છે.અહીં ખેલૈયાઓ માટે સ્પેશિયલ સ્કીમ પણ રાખવામાં આવી છે. જેમાં 5+1 મેમ્બર ફ્રી શીખી શકશે. ઉપરાંત 10 મેમ્બર સાથે આવે તેને ભવ્ય ડિસ્કાઉન્ટ મળશે. ઉપરાંત હોમ બેન્ચ પણ લેવામાં આવશે.

વધુમાં મોરબીની ગરબા શોખીન જનતા માટે અહીં તા. 8 અને 9 જુલાઈ સાંજે 4થી 8 વાગ્યે માસ્ટર ગરબા વર્કશોપ ફ્રી રાખવામાં આવ્યો છે. જેમાં લેડીઝ અને કિડઝ માટે સમય 5થી 7નો છે. જ્યારે ફેમેલી અને કપલ માટેનો સમય રાત્રે 9થી 10નો છે. આ બે દિવસ ફ્રીમાં ગરબા શીખી ખેલૈયાઓ નવી બેચ જોઇન કરવી કે નહીં તે નિર્ણય લઈ શકે એટલે આ વર્કશોપ રાખવામાં આવ્યો છે. તો આ વર્કશોપમાં જરૂરથી જોડાઓ. રજીસ્ટ્રેશન હાલ ચાલુ થઈ ગયું છે.

રજીસ્ટ્રેશન માટે
મો.નં.9510483649