દિવસે સસ્તી અને રાતે મોંઘી મળશે વીજળી ! નવા નિયમો ટૂંક સમયમાં

- text


કેન્દ્ર સરકાર 1 એપ્રિલ 2024થી નવો નિયમ લાગુ કરશે

મોરબી : સમગ્ર દેશમાં કેન્દ્ર સરકાર હવે વીજળી માટે ‘ટાઈમ ઓફ ધ ડે’ ટેરિફ પ્લાન અમલમાં લાવવા જઈ રહી છે જેમાં વીજ ગ્રાહકોને દિવસે સસ્તી અને રાત્રે મોંઘી વીજળી મળશે. નવી ટેરિફ સિસ્ટમ અંતર્ગત પીક અવર્સ અને ઓફ પીક અવર્સ દરમિયાન વીજ દરમાં 10થી 20 ટકાનો ફરક રાખવાની સુવિધા લાગુ કરવા જઈ રહ્યું છે. તેનાથી ઓફ પીક અવર્સમાં વીજળીનો ઉપયોગ કરવા પર બિલ 10થી 20 ટકા ઓછું આવશે.

‘ટાઈમ ઓફ ધ ડે’ ટેરિફ દિવસના સમયના આધારે જુદા-જુદા દરોની સુવિધા આપશે. જેથી વપરાશકાર એ સમયે વીજળીનો ઉપયોગ કરી પોતાના બધા કામ, જેવાકે જમવાનું બનાવવું અને વોશિંગ મશીનમાં કપડાં ધોઈ શકે અને તેને ટેરિફના આધારે ઓછો વીજ દર ચૂકવવો પડે. ટેરિફ ઓછું થવા પર લોકો હવે ઓફ-પીક કલાકો દરમિયાન કપડાં ધોવાના અને ખાવાનું બનાવવા જેવા કામ શેડ્યુલ કરી શકશે. વીજ મંત્રાલયે જણાવ્યું હતું કે, નવા ટેરિફ સિસ્ટમ અંતર્ગત સોલર કલાકો (એક દિવસમાં 8 કલાક) દરમિયાન વીજના દર સામાન્ય ભાવથી 10 ટકાથી 20 ટકા ઓછા હશે, જ્યારે પીક અવર્સ દરમિયાન તે 10થી 20 ટકા વધુ હશે. મંત્રાલય મુજબ, ‘ટાઈમ ઓફ ધ ડે’ ટેરિફ દર 1 એપ્રિલ 2024થી 10 કિલોવોટની માગ વાળા કોમર્શિયલ અને ઈન્ડસ્ટ્રીયલ ઉપભોક્તાઓ માટે લાગુ થશે. કૃષિ ઉપભોક્તાઓને છોડીને અન્ય બધા કેટેગરીના વીજ ગ્રાહકો માટે નવો નિયમ 1 એપ્રિલ, 2025થી લાગુ કરાશે.

- text

વધુમાં આખો દિવસ એ જ દર પર વીજળીનો ચાર્જ લેવાને બદલે ઉપયોગકર્તા દ્વારા વીજળી માટે ચુકવવામાં આવતી કિંમત દિવસના સમય મુજબ અલગ-અલગ હશે. કેન્દ્રીય ઉર્જા મંત્રી આર.કે. સિંહએ કહ્યું કે, સૌર ઉર્જા સસ્તી છે, એટલે સૌર ઉર્જાના કલાકો દરમિયાન ટેરિફ ઓછો હશે. તેમણે કહ્યું કે, ટીઓડી ટેરિફમાં પીક અવર્સ, સોલર અવર્સ અને સામાન્ય કલાકો માટે અલગ-અલગ ટેરિફ સામેલ છે, જેથી ગ્રાહકો ટેરિફ મુજબ પોતાના લોડનું પ્લાનિંગ કરી શકશે. કેન્દ્રીય પાવર એન્ડ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી મિનિસ્ટર આર કે સિંહના કહેવા મુજબ, ટીઓડી ટેરિફ ગ્રાહકો અને વીજ કંપનીઓ બંને માટે ફાયદાકારક રહેશે.

- text