ઋષિકેશ ખાતે યોજાયેલી આંતરરાષ્ટ્રીય યોગા સ્પર્ધામાં મોરબીના તબીબ વિજેતા થયા

- text


મોરબી : 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે હરિદ્વાર ઋષિકેશ ખાતે યોગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યોગ સ્પર્ધામાં સમગ્ર વિશ્વમાંથી ઉંમરની કેટેગરી મુજબ 15 વ્યક્તિઓની પસંદગી કરવામાં આવી હતી. જેમાં મોરબીના જાણીતા સ્પર્શ સ્કીન અને કોસ્મેટિક ક્લિનિકના ડો. જયેશભાઈ સનારીયાએ 40 વર્ષથી વધુ ઉંમરની કેટેગરીમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી વિજેતા બન્યા હતા.

વિવિધ ક્ષેત્રે વિકાસ પ્રાપ્ત કરનાર મોરબી શહેરે સમગ્ર વિશ્વમાં પોતાની એક આગવી ઓળખ પ્રસ્થાપિત કરી છે, ત્યારે તબિબિ ક્ષેત્રે પણ મોરબી ના તબિબો અવનવી સિધ્ધીઓ હાંસલ કરી રહ્યા છે, રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષા ની તબિબિ સારવાર આજે મોરબીમાં પણ ઉપલબ્ધ બની છે. ત્યારે મોરબી ના તબીબે વધુ એક ડંકો વગાડી મોરબી નુ નામ ઝળહળતુ કર્યું છે. 21 જૂન -2023 ના આંતર રાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે ઋષિકેશ ખાતે યોગ હરીફાઈ યોજાયેલી હતી,જેમાં સમગ્ર વિશ્વ માથી ઉમર ની કેટેગરી મુજબ 15 વ્યક્તિઓ ને સિલેક્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 40 વર્ષથી વધુ ઉંમર ની કેટેગરીમાં મોરબીના જાણીતા સ્પર્શ સ્કીન અને કોસ્મેટિક ક્લિનિક ના ડાઇરેક્ટર જયેશ સનારીયા અને દેવેન્દ્ર ભાઈ ફુલતારીયા એ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને ફાઇનલ રાઉન્ડમા ડો.જયેશભાઇ સિલેક્ટ થયાં હતા જેમાં પ્રથમ નંબર મેળવ્યો હતો.

આજના ભાગદોડ અને ટેન્શન વાળી લાઈફ સ્ટાઇલ માં જો દરેક વ્યક્તિ દરરોજ ના 40-50 મિનિટ યોગા, પ્રાણાયામ અને મેડિટેશન કરે તો શારીરિક ફિટનેસ અને માનસિક શાંતિ માં ચોક્કસ ફાયદો થાઈ છે. ડૉ. જયેશ સનારિયા એમના મિત્રો ડૉ. શૈલેશ પટેલ, ડૉ. વિનોદ કૈલા,સંદીપભાઈ પટેલ, ભાવિન ભાડજા.અને દેવેન્દ્ર ફુલતરીયા સાથે છેલ્લા 5 વર્ષ થી યોગા ની પ્રેક્ટિસ કરે છે અને એમના ગુરૂ કમલેશભાઈ પટેલના કહેવા મુજબ યોગ કરવાથી સ્કીન અને વાળને લગતા રોગોમાં તો ચોક્કસ ફાયદો થાઈ જ છે પરંતુ સાથે સાથે ડાયાબિટીસ, થાઇરોડ, બ્લડ પ્રેસર,મેદસ્વીતા , કબજિયાત, એસીડીટી, અનીદ્રા અને ડિપ્રેસન જેવા હઠીલા ઘણા રોગો માં પણ લાભ કરે છે.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી ના ડો. જયેશ સનારીયા ને સ્પર્શ ક્લિનીકને વર્ષ 2015 – 16 ₹મા આઈ.એમ.એ. ગુજરાત બ્રાંચ દ્વારા રાજ્ય કક્ષાનો બેસ્ટ ક્લિનીક એવોર્ડ, વર્ષ 2017 – 18માં આઈ.એમ.એ મોરબી બ્રાંચ દ્વારા બેસ્ટ એકેડેમિશિયન એવોર્ડ તથા ગુજરાત બ્રાંચ દ્વારા રાજ્ય કક્ષાનો બેસ્ટ સોશિયલ સર્વિસ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ત્યારે આંતરરાષ્ટ્રીય કક્ષાએ નામના મેળવી સમગ્ર મોરબીને ગૌરવ અપાવ્યું છે.

- text