મોરબીના ઉમા હોલમાં યોગ દિવસની ઉજવણી 

- text


મહિલા પોલીસ મથકના પીઆઇ દ્વારા બહેનોને માર્ગદર્શન પણ અપાયું

મોરબી : મોરબી રવાપર ગામે ઉમાં હોલમાં યોગ દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો. તમામ બહેનોને અને દિકરીઓને મોરબી જિલ્લાના એસપી રાહુલ ત્રિપાઠી અને ડીવાયએસપી ઝાલાની સૂચના હેઠળ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

મહીલાઓને જાગૃતિ અને કાયદાની જાણકારી માટે મોરબી મહિલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પી.એચ. લખધિરકા અને હિરેનભાઇ (ઉમા હોલ), ચંદ્રકાન્તભાઇ કોઠીયા અને ચેતનાબેન, રૂપલબેન, ભાવનાબેન, વીણાબેન, કૈલાશબેને મહિલાઓને અને દિકરીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ વેળાએ મહીલા પોલીસ ઇન્સ્પેક્ટર પી.એચ. લખધિરકાએ જણાવ્યું હતું કે મહિલાને અને દિકરીઓને કોઈ લુખ્ખા કે અને અવારા તત્વોથી ડરવાની જરુર નથી લડવાની જરુર છે મોરબી જીલ્લા પોલીસ તમારી સાથે જ છે તમારી સેવામાં જ છે જરુર પડે ત્યારે પોલીસનો સંપર્ક કરી શકો છો.

- text

- text