સરપંચ પુત્ર પછાત વર્ગને મૂળભૂત અધિકારોથી વંચિત રાખતો હોવાનો આક્ષેપ

- text


મોરબીના અણીયારી ગામે સરપંચનો પુત્ર મનમાની ચાલવી સુવિધા ન આપીને દમદાટી આપતો હોવાની કલેક્ટર અને એસપીને ફરિયાદ, કાર્યવાહી ન થાય તો આંદોલન કરવાની ચીમકી

મોરબી : મોરબીના અણીયારી ગામે મહિલા સરપંચનો પુત્ર જાતે જ વહીવટ કાર્ય કરી મનમાની ચાલવીને પછાત વર્ગને સુવિધાઓ આપવામાં અન્યાય કરીને મૂળભૂત અધિકારોથી વંચિત રાખતો હોવાના આક્ષેપ સાથે એક વ્યક્તિએ જિલ્લા કલેક્ટર અને એસપીને લેખિતમાં ફરિયાદ કરી છે. તેમજ સરપંચના પુત્ર ઉપર કાર્યવાહી કરી મૂળભૂત અધિકારો ન અપાઈ તો આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે.

અણીયારી ગામે રહેતા હસમુખભાઈ જીલુંભાઈ ગડેશિયાએ જિલ્લા કલેક્ટર અને એસપીને લેખિતમાં ફરિયાદ કરી હતી કે, અણીયારી ગામે મહિલા સરપંચ હોય પણ તેમનો દીકરો જ પંચાયતના તમામ કામો જાતે જ કરે છે. તેઓ પછાત વર્ગના હોય સરપંચનો પુત્ર રાગદ્રેષ રાખી મૂળભૂત અધિકારો અને સરકારી યોજનાથી વંચિત રાખતો હોવાનો આક્ષેપ કર્યો છે. સરપંચનો પુત્ર તેમના વિસ્તારોમાં રોડ રસ્તા ભૂગર્ભ ગટર, 100 વારના પ્લોટ સહિતની સુવિધા બાબતે અન્યાય કરી રજુઆત કરીએ ત્યારે કાર્યવાહી કરવાને બદલે ઉદ્ધતાયભર્યું વર્તન કરે છે. આ સુવિધા ન આપીને ઉલટાનો તે ધમકી આપી દમદાટી આપતો હોય તેની સામે યોગ્ય કાર્યવાહી કરવા તેમજ મૂળભૂત અધિકારો આપવાની માંગ કરી છે. કાર્યવાહી ન થાય તો ઉપવાસ આંદોલન કરવાની ચીમકી આપી છે.

- text

- text