લાતીપ્લોટ વગર વરસાદે ભૂગર્ભ ગટરથી જળબંબાકાર, સ્થાનિકો ત્રાહિમામ

- text


બે ટોળાએ પાણી પ્રશ્ને રજુઆત કર્યા બાદ લાતીપ્લોટના ત્રીજા ટોળાએ ભૂગર્ભ ગટર ઉભરાવવાના પ્રશ્ને નગરપાલિકાને આડે હાથ લીધી

મોરબી : મોરબી નગરપાલિકામાં પાણી તેમજ ગટર પ્રશ્ને સતત લોકોના ટોળાઓ આજે મોરચો માંડી રહ્યા છે. જેમાં બે ટોળાએ પાણી પ્રશ્ને રજુઆત કર્યા બાદ લાતીપ્લોટના ત્રીજા ટોળાએ ભૂગર્ભ ગટર ઉભરાવવાના પ્રશ્ને નગરપાલિકાને આડે હાથ લીધી હતી. ભૂગર્ભ ખુલ્લી હોવાથી વારંવાર લોકો તેમાં ખાબકતા હોવાની ઉગ્ર રજુઆત કરી હતી.

મોરબીના લાતીપ્લોટ વિસ્તારમાં વગર વરસાદે જળજમાવની પરિસ્થિતિ કાયમી બની છે. જેમાં લાતીપ્લોટની કોઈને કોઈ શેરીઓમાં વગર વરસાદે વારંવાર ભૂગર્ભ ગટર ઉભરાતી હોય કાયમી રીતે આ વિસ્તાર ગંદા પાણીથી તરબોળ રહે છે. ત્યારે લાતીપ્લોટ મેઈન રોડ ઉપર ગટરના દૂષિત પાણી સતત ઉભરાયા કરે છે. લાઇન પણ ખોદેલી હોય ગમે ત્યારે ભુર્ગભ ગટરના ખુલ્લા ઢાંકણા હોવાથી રાહદારીઓ અવારનવાર આ ખુલ્લી ભૂગર્ભ ગટરમાં પડે છે. આજે પણ એમ મહિલા તેના નાના બાળક સાથે પસાર થઈ રહી હોય ત્યારે તેનું બાળક આ ખુલ્લી ગટરમાં પડતા પડતા માંડ માંડ બચ્યું હતું. આવા અનેક બનાવ બનતા હોવા છતાં તંત્ર દ્વારા ખુલ્લી ભૂગર્ભ ગટરમાં ઢાંકણા નાખવામાં આવતા નથી. પંદર દિવસ પહેલા તંત્ર માત્ર ઢાંકણા નાખ્યા એવી સ્થાનિકોની સહી લઈ ગયા બાદ ઢાંકણા નાખ્યા ન હતા. આથી ભૂગર્ભ ગટરને કારણે ગંદા પાણીનો ભરાવો થઈ ગયો છે અને ગારા કીચડનું સામ્રાજ્ય સ્થપાઈ ગયું હોય સ્થાનિકોએ આજે નગરપાલિકામાં રજુઆત કરીને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.

- text

- text