મોરબીમાં બ્રહ્મસમાજના વર્ગોમાં તૈયારી કરી તલાટી કમ મંત્રી બનનાર બે યુવાનોનું સન્માન

- text


મોરબી : મોરબીમાં સમસ્ત બ્રહ્મસમાજના નિઃશુલ્ક સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગોમાં અભ્યાસ કરી તાજેતરમાં લેવાયેલ તલાટી કમ મંત્રીની પરીક્ષામાં પાસ થઈ સરકારી પદ મેળવનાર બ્રહ્મસમાજના 2 તેજસ્વી તારલાઓ પ્રથમભાઈ પંડ્યા તથા રાજભાઈ રાવલનું સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા અદકેરું સન્માન કરવામાં આવ્યું હતું.

આ તકે સમસ્ત બ્રહ્મસમાજ મોરબીના પ્રમુખ પ્રશાંતભાઈ મહેતા મહામંત્રી કેયુરભાઈ પંડ્યા મહામંત્રી અમુલભાઈ જોષી પૂર્વ પ્રમુખ કિશોરભાઈ શુકલ, મધુભાઈ ઠાકર, ઉપપ્રમુખ કિશોરભાઈ પંડ્યા, અમિતભાઈ પંડ્યા, ધર્મેન્દ્રભાઈ શુકલ, રોહિતભાઈ પંડ્યા, મનોજભાઈ દવે, હેમાંગભાઈ ઠાકર, રમણીકભાઇ ત્રિવેદી, મુકેશભાઈ જાની, આર્યનભાઈ ત્રિવેદી તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે બન્ને તેજસ્વી તારલાઓએ સમસ્ત બ્રહ્મસમાજનો આભાર વ્યક્ત કર્યો હતો.

- text

- text