મોરબી જિલ્લા સેવા સદન નજીક જોખમી હાઈમાસ્ટ લાઈટથી અકસ્માતનો ભય

- text


મોરબી : હાલ મોરબી જિલ્લામાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. ઉંચાઈ પર રહેલી ભયજનક વસ્તુઓ ગમે ત્યારે પવનના કારણે નીચે પડી શકે છે અને જાનહાનિ થઈ શકે છે. ત્યારે મોરબીના સો ઓરડી ચોક પાસે સેવા સદન કલેક્ટર કચેરી પાસે રહેલા હાઈમાસ્ટ લાઈટથી અકસ્માતનો ભય ઉભો થયો છે.

કલેક્ટર કચેરી પાસે ઉભા કરાયેલા હાઈમાસ્ટ લાઈટ પોલના દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં હાઈમાસ્ટ લાઈટ પોલ પર રહેલી લાઈટો પવનના કારણે હલી રહી હોય તેમ જોવા મળી રહી છે. આ લાઈટ ઉંચાઈએથી ગમે ત્યારે પટકાઈ શકે છે અને મોટી જાનહાનિ થઈ શકે છે. ત્યારે તંત્ર દ્વારા આ લાઈટ નીચે ઉતારી લેવામાં આવે તે હિતાવહ છે.

- text

- text