મોરબી જિલ્લામાં ભારે પવન સાથે વરસાદી ઝાપટા, અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાઈ

- text


તોફાની પવનથી રોહિદાસપરા, દરબારગઢ, એલઇ કોલેજ રોડ ઉપર વૃક્ષો અને નહેરુ ગેઉટમાં દુકાનનું બોર્ડ પડ્યું

મોરબી : મોરબી જિલ્લામાં વાવઝોડાની અસરતળે બપોરથી ઘડીક તડકો તો ઘડીક વરસાદની જેમ વારંવાર વરસાદી ઝાપટા પડ્યા છે અને આજે સાંજે 4થી 6 દરમિયાન મોરબી જિલ્લામાં ઠેરઠેર વરસાદી ઝાપટા પડ્યા હતા. તેમજ તોફાની પવનથી રોહિદાસપરા, દરબારગઢ, એલઇ કોલેજ રોડ ઉપર વૃક્ષો અને નહેરુ ગેઉટમાં દુકાનનું બોર્ડ પડ્યું હતું.

- text

મોરબી જિલ્લામાં વાવઝોડાની અસરથી ભારે પવન અને સતત વરસાદી ઝાપટા પડી રહ્યા છે. જેમાં બપોરના બાર વાગ્યાથી સાંજના છ સુધીમાં થોડી થોડી વારે વરસાદ પડી રહ્યો છે. જેમાં મોરબી જિલ્લા કંટ્રોલ રૂમમાં સાંજે 4થી 6 દરમિયાન નોંધાયેલા વરસાદના આંકડા મુજબ મોરબીમાં 4મિમી, માળીયામાં 7 મિમી અને મોરબીમાં 4 મિમી તેમજ વાંકાનેર અને હળવદમાં હળવા વરસાદી ઝાપટા પડ્યા હતા. જ્યારે દિવસ દરમિયાન રોહિદાસપરા વિસ્તારમાં વૃક્ષ, દરબાર ગઢ પાસે વૃક્ષ, એલઇ કોલેજ રોડ ઉપર વૃક્ષ પડી ગયું હતું. તેમજ નહેરુ ગેઇટ અંદર આવેલ દુકાનનું બોર્ડ પડી ગયું હતું.

- text