ટંકારા નજીક ખનીજ ચોરો ઉપર ખાણ ખનીજ તંત્ર ત્રાટક્યું

- text


ઘુનડા સજ્જનપર પાસે આવેલ તળાવમાં ખનીજચોરી કરી રહેલા મોરબીના મિમાંસી કન્ટ્રક્શન પેઢીના બે હિટાચી મશીન અને ડમ્પર મળી કુલ 95 લાખનો મુદ્દામાલ સિઝ

ટંકારા : ટંકારા તાલુકાના સજ્જનપર ઘુનડા ગામે ખાણ ખનીજ વિભાગના અધિકારી વાઢેર સહિતની ટીમ ત્રાટકી હતી અને ઘુંનડા સજ્જનપર પાસે આવેલ તળાવમાં દરોડો પાડી ખનીજચોરી કરી રહેલા ડમ્પર, બે હિટાચી મશીન મળી કુલ 95 લાખનો મુદ્દામાલ સિઝ કર્યો હતો.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારા પંથકમાં લાંબા સમયથી ખનીજચોરો બેફામ બનીને કુદરતી સંપદા લૂંટી રહ્યા છે ત્યારે ખાણ ખનીજ તંત્ર હરકતમાં આવ્યું છે અને ખાણ ખનીજ અધિકારી જે.એસ.વાઢેર, માઇન્સ સુપર વાઇઝર ગોપાલ ચંદારાણા અને મિતેષ ગોજીયા સહિતની ટીમે ટંકારાના ઘુનડા -સજ્જનપર પાસે આવેલ તળાવમાં ખનીજચોરી કરતા મિમાંસી કન્ટ્રક્શન પેઢીના હિટાચી મશીન દ્વારા થઈ રહેલા ગેર કાયદેસર ખનન બદલ એક ડંમ્પર મેટર ભરેલ કિમત રૂપિયા 25 લાખ, બે હિટાચી કિમત રૂપિયા 70 લાખ મળી કુલ 95 લાખનો મુદ્દામાલ સિઝ કર્યો હતો. અને ટંકારા પોલીસ મથકે ખાણ ખનીજ વિભાગ માઇન્સ સુપરવાઈઝર જી.કે. ચંદારાણાએ વાહનો જમા કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text