મોરબી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ફૂડ પેકેટોનું વિતરણ કરાયું

- text


મોરબી : રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળની દેખરેખ તેમજ ડિસ્ટ્રીક્ટ જજ અને મોરબી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન પી. સી.જોષીના માર્ગદર્શન હેઠળ હાલમાં ઉદભવેલા બિપરજોય વાવાઝોડાની પરિસ્થિતિમાં ઉત્પન્ન થયેલા જોખમના કારણે જુમાવાડી વિસ્તાર (નવલખી પોર્ટ) આજુબાજુમાં રહેતા સ્થળાંતરિત લોકોને ફૂડ પેકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું.

મોરબી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા સ્થળાંતરીત અને આશ્રિત લોકો માટે મોરબીના હરિહર અન્નક્ષેત્ર દ્વારા 100 ફૂડ પેકેટો તેમજ પી.એલ.વી ટીમ મોરબી દ્વારા અલગથી 70 ફૂડ પેકેટ તૈયાર કરી વર્ષામેડી ગામ પ્રાથમિક શાળામાં વિતરણ કરવામાં આવ્યા હતા. આ તકે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી બી. એસ. ગઢવી, ડી. એલ. એસ. એ. નો સ્ટાફ, લીગલ વેરિયન્ટ સુરેશભાઈ રાયકા, નિશીથ ઘેટીયા, આશિષ ચાવડા, યાસીન પરમાર સહીતના સભ્યોએ યોગદાન આપ્યું હતું.

- text

- text