વાવઝોડા ઇફેક્ટ : મોરબી એસટીના તમામ લોકલ રૂટ રદ કરાયા

- text


લોકલ રૂટ બંધ કર્યાની અગાઉથી જાણ ન કરતા અનેક મુસાફરો હેરાન થયા

મોરબી :મોરબીમાં સંભવિત વાવઝોડાની આફતે મોરબીની એસટી સેવાને માઠી અસર કરી છે. ભારે પવન અને વરસાદને લઈને એસટી તંત્ર દ્વારા મોરબીના તમામ લોકલ એસટી રૂટ બંધ કરવામાં આવ્યા હતા. જો કે લોકલ રૂટ બંધ કર્યાની અગાઉથી જાણ ન કરતા અનેક મુસાફરો હેરાન થયા હતા.

મોરબીમાં સંભવિત વોવાઝોડાએ એસટીના લોકલ રૂટની સેવા ખોરવી નાખી હતી. ભારે પવનથી અગમચેતી રૂપે આજે મોરબી એસટી તંત્ર દ્વારા તમામ એસટી બસોના લોકલ રૂટ એટલે ગ્રામ્ય વિસ્તારોના રૂટ બંધ કરી દેવામાં આવ્યા હતા. જો કે આ રૂટ બંધ કરાયાની અગાઉથી જાણ ન કરતા ઘણા બધા મુસાફરો મુશ્કેલીમાં મુકાય ગયા હતા. આવતીકાલે વાવઝોડાની આગાહી હોય કાલના પણ એસટીના લોકલ રૂટ રદ કરવામાં આવ્યા છે. લોકલમાં 25 જેટલી નાઈટ અને 12 જેટલા અપડાઉન કરતા રૂટ બંધ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત વેરાવળ ઓખા બસ પણ બંધ કરવામાં આવી છે. જ્યારે જામનગર, જૂનાગઢ, અમદાવાદ, રાજકોટ સહિતના એક્સપ્રેસ રૂટ ચાલુ રાખવામાં આવ્યા હતા.

- text

- text