સંભવિત વાવઝોડાને પગલે મોરબીની પોલીપેક ઇન્ડસ્ટ્રીઝ 3 દિવસ બંધ રાખશે

- text


પોલીપેકના 150 વધારે યુનિટો ત્રણ દિવસ બંધ રહેવાની જાહેરાત

મોરબી : મોરબી જિલ્લા ઉપર વાવઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. ત્યારે સંભવિત વાવઝોડાથી નુકશાની અને જાનહાની ન થાય તે માટે મોરબીની પોલીપેક ઇન્ડસ્ટ્રીઝ ત્રણ દિવસ માટે બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.

બીપોરજોય વાવઝોડાને પગલે સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર અને પદાધિકારીઓ તેમજ મંત્રીઓ અત્યારથી રાહત અને બચાવની કામગીરી કરવા માટે યુદ્ધના ધોરણે કામે વળગી રહ્યા છે. બીજી તરફ વાવઝોડાનો ખતરો પણ વધી રહ્યો છે ત્યારે સંભવિત વાવઝોડું ત્રાટકે તો ખૂબ ઓછી જાનમાને નુકશાની થાય તેવા પ્રયાસો કરવામાં આવ્યા છે. આથી સાવચેતીના ભંગરૂપે મોરબીની પોલીપેક ઇન્ડસ્ટ્રીઝ ત્રણ દિવસ સુધી બંધ રાખવામાં આવશે. પોલીપેકના 150થી વધુ યુનિટોમાં ત્રણ દિવસ સુધી સંપૂર્ણપણે કામકાજ બંધ રહેશે તેવું મોરબી પોલીપેક ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ જગદીશભાઈ પનારાએ જણાવ્યું છે.

- text

- text