મોરબી જિલ્લાનું શૈક્ષણિક માળખું વધું સુદ્રઢ બનાવવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ

- text


સ્કૂલ ઓફ એકસેલન્સ, જ્ઞાનકુંજ, ICT લેબ અને CAL લેબ થકી વિકસી રહ્યું છે મોરબીનું શિક્ષણજગત

મોરબી : રાજ્યમાં શિક્ષણ સુલભ બને અને તમામ શૈક્ષણિક સવલતો ઉપલબ્ધ કરાવવા માટે સરકાર દ્વારા અથાગ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ પ્રયાસોના ભાગરૂપે મોરબી જિલ્લામાં પણ શૈક્ષણિક માળખું સુદ્રઢ બનાવવા માટે વિવિધ પ્રકારની યોજનાઓ અને અભિગમો અમલી બનાવવામાં આવ્યા છે.

મોરબી જિલ્લામા સ્કૂલ્સ ઓફ એકસેલન્સમાં મોરબી તાલુકામાં 86, માળિયા તાલુકામાં 27, ટંકારા તાલુકામાં 28, વાંકાનેર તાલુકામાં 95 અને હળવદ તાલુકામાં 73 મળી કુલ 309 શાળાઓ આવરી લેવામાં આવી છે. જ્યારે મોરબી તાલુકાની 97, માળિયા તાલુકાની 34, ટંકારા તાલુકાની 32, વાંકાનેર તાલુકાની 108 અને હળવદ તાલુકાની 97 મળી કુલ 368 શાળાઓ જ્ઞાનકુંજ પ્રોજેક્ટ હેઠળ આવરી લેવામાં આવી છે.

જિલ્લાની 77 શાળાઓમાં ICT લેબ અને 28 શાળાઓ ખાતે CAL લેબ કાર્યરત છે.

જિલ્લામાં આર.ટી.ઈ. હેઠળ પ્રવેશ વર્ષ-2023-24 માં જિલ્લામાં ઉપલબ્ધ 1773 જગ્યાઓમાંથી 2 રાઉન્ડના અંતે 774 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો છે.

- text

સરકાર દ્વારા ઉપલબ્ધ કરવામાં આવેલી સુવિધાઓ અને શાળાના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોની મહેનત થકી મોરબી જિલ્લો શિક્ષણ જગતમાં પગથિયાં ચડીને ઉત્તરોત્તર પ્રગતિના પંથે આગળ વધી રહ્યું છે.

ગુણોત્સવ 2.0 અંતર્ગત A green3 ગ્રેડમાં જિલ્લાની 2 શાળાઓનો સમાવેશ થયો છે. ઉપરાતં જિલ્લાની A green2 ગ્રેડમાં 9, A graan1 ગ્રેડમાં 32 તથા B yellow ગ્રેડમાં 512 શાળાઓ પસંદગી પામી છે. જ્યારે D black ગ્રેડમાં જિલ્લાની એક પણ શાળા સમાવિષ્ટ નથી જે આપણા જિલ્લા માટે ગૌરવ ગણી શકાય. ઉપરાંત NMMS (નેશનલ મિન્સ કમ મેરીટ સ્કોલરશીપ ) ની વર્ષ 2023 ની પરીક્ષામાં મોરબી તાલુકાના 535, માળિયા તાલુકાના 94, ટંકારા તાલુકાના 151, વાંકાનેર તાલુકાના 363 અને હળવદ તાલુકાના 362 વિદ્યાર્થીઓ મળી કુલ 1505 વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા છે.

- text