મોરબી એલસીબીના બે સ્થળોએ દરોડા : ૨૨૧ બોટલ દારૂ પકડ્યો, બેની ધરપકડ

- text


ટંકારામા બંધ કારમાંથી દારૂ સાથે એક શખ્સને પકડ્યા બાદ તેને દારૂ સપ્લાય કરનાર શખ્સને ઉચીમાંડલથી દારૂના જથ્થા સાથે જ પકડ્યો, અન્ય બે શખ્સના નામ પણ ખુલ્યા

મોરબી : મોરબી એલસીબીએ ટંકારા અનેઉચીમાંડલ ગામે દરોડા પાડી કારમાંથી ૨૨૧ બોટલ વિદેશી દારૂ સાથે બે શખ્સને પકડી પાડ્યા છે. આ સાથે બે અન્ય શખ્સના નામ ખુલતા તેની પણ ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી એલસીબીની ટીમે ખાનગીરાહે મળેલ હકિકત આધારે ટંકારાના સંધીવાસમાં જુમા મસ્જીદની સામે પટ્ટમાં પડેલ બંધ હાલતની સિલ્વર કલરની ફોર્ડ ફીગો કાર નં.GJ-03-FD-2644 માંથી મેકડોવેલ્સ નંબર-૦૧ વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૧૧૩ કિ.રૂ.૪૨,૩૭૫/- અને કાર મળી કિ.રૂ.૯૨,૩૭૫/- નો મુદામાલ કબ્જે કરેલ છે. આ સાથે મુસ્તાકભાઇ હાસમભાઇ સોહરવદી ઉ.વ. ૩૭ની ધરપકડ કરવામાં આવી છે. આરોપીની પ્રાથમિક પૂછપરછમાં માલ મોકલનાર તરીકે ઇમરાન ઉર્ફે ભુરો ઇબ્રાહીમભાઇ રહે. ચંદ્રપુર તા.વાંકાનેરવાળાનું નામ ખુલ્યું હતું.

- text

બાદમાં એલસીબીએ માલ મોકલનારને પકડવા વોચ ગોઠવી ઉચીમાંડલ ગામના બસ સ્ટેન્ડ ખાતે ઇન્ડીકા વીસ્ટા કાર નં.GJ-13-CC-4529માંથી મેકડોવેલ્સ નંબર-૦૧ વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૧૦૮ કિ.રૂ.૪૦,૫૦૦/- અને કાર મળી કુલ કિ.રૂ.૨,૪૦,૫૦૦/-ના મુદ્દામાલ સાથે ઇમરાન ઉર્ફે ભુરો ઇબ્રાહીમભાઇ પઠાણ ઉ.વ. ૩૮ રહે, ચંદ્રપુરવાળાને પકડી પાડવામાં આવ્યો છે.

આ માલ તેને વેલાભાઇ સગરામભાઇ રહે, શાપર તા.સાયલાએ મોકલ્યો હોય અને કાનો નવઘણભાઇ રહે. ઉંચીમાંડલે મેળવ્યો હોવાનું ખુલ્યું હતું. જેથી આ બન્ને શખ્સોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

આ કામગીરીમાં એલસીબી પીઆઇ ડી.એમ.ઢોલ, PSI કે.જે.ચૌહાણ, એન.એચ.ચુડાસમા, એ.ડી.જાડેજા તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમના માણસો જોડાયા હતા.

- text