કૈલાસ માન સરોવર યાત્રીને ગુજરાત સરકાર હવે રૂ. 50 હજારની સહાય અપાશે 

- text


ત્રણ વર્ષ બાદ શરૂ થઈ રહેલી કૈલાસ માનસરોવર યાત્રા માટે અગાઉ 23 હજાર સહાય ચૂકવાતી

મોરબી : કૈલાસ માન સરોવરની યાત્રાએ જતા ગુજરાતના યાત્રિકોને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી પ્રોત્સાહક સહાયની રકમમાં બમણાથી વધુનો વધારો કરવાનો સરકારે નિર્ણય કરી પ્રત્યેક યાત્રાળુ દીઠ 50 હજાર સહાય ચૂકવવા નક્કી કર્યું છે.

જાગરણ ગુજરાતીના રિપોર્ટ મુજબ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે મહત્વનો નિર્ણય જાહેર કરી કૈલાસ માન સરોવરની યાત્રાએ જનારા ગુજરાતના યાત્રિકોને યાત્રાળુ દીઠ 50 હજાર રૂપિયાની સહાય આપવાનું જાહેર કર્યું છે. અગાઉ આ પ્રોત્સાહક સહાયની રકમ 23 હજાર હતી, જેને વધારીને ડબલથી વધુ કરી દેવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, 3 વર્ષ સુધી બંધ રહેલી કૈલાસ માનસરોવરની યાત્રા એક વખત ફરીથી શરૂ થવા જઈ રહી છે. આ માટે ચીન દ્વારા વીઝા આપવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. જો કે આ સાથે જ અનેક સખ્ત નિયમો લાગૂ કરી દેવામાં આવ્યા છે. આ વખતે કૈલાસ માન સરોવરની ફી વધારીને બમણી કરી દેવામાં આવી છે. જેનો અર્થે એ થયો કે, હવે ભારતીય નાગરિકોએ કૈલાસ માન સરોવરની યાત્રા માટે ઓછામાં ઓછા 1.85 લાખ રૂપિયા ખર્ચવા પડશે. આ ઉપરાંત જો તેઓ પોતાની મદદ માટે કોઈ નેપાળી હેલ્પર રાખશે, તો વધારે 300 ડોલર એટલે કે અંદાજિત 24 હજાર રૂપિયા વધારાના ચૂકવવા પડશે. જેને ગ્રાસ ડેમેજિંગ ફીનું નામ આપવામાં આવ્યું છે.

- text

કૈલાસ માન સરોવરની યાત્રા માટેના નિયમો જોઈએ તો યાત્રાળુઓએ વીઝા મેળવવા માટે ખુદ હાજર રહેવું પડશે. ઑનલાઈન વીઝા નહીં મળે. નેપાળના પાટનગર કાઠમંડુ અથવા અન્ય બેસ કેમ્પ પર યાત્રિકોએ બાયોમેટ્રિક પ્રક્રિયામાંથી પસાર થવું પડશે.

વીઝા માટે ઓછામાં ઓછું 5 લોકોનું ગ્રુપ હોવું જરૂરી છે. જે પૈકી ઓછામાં ઓછા 4 લોકોએ વીઝા માટે ફરજિયાત જાતે પહોંચવું પડશે. ઉપરાંત તિબેટમાં પ્રવેશ કરનારા નેપાળી મજૂરોને ગ્રાસ ડેમેજિંગ ફી તરીકે 300 ડૉલર ચૂકવવા પડશે. આ ખર્ચ યાત્રાળુઓએ ભોગવવાનો રહેશે. કોઈ પણ વર્કરને સાથે રાખવા માટે 15 દિવસનો 13 હજાર રૂપિયા ચાર્જ થશે. જે અગાઉ 4200 રૂપિયા હતો.

- text