દર કલાકે 9 કિલોમીટર આગળ વધી રહ્યું છે વાવાઝોડુ બીપરજોય

- text


ઝંઝાવાતી ચક્રવાત પોરબંદરથી 600 કિલોમીટર દૂર

મોરબી : બિપોરજોય વાવાઝોડું પોરબંદરથી 600 કિ.મી. દૂર છે, હાલમાં આ વાવઝોડું પ્રતિકલાક 9 કિ.મી.ની ઝડપે આગળ વધી રહ્યું છે. વિનાશક બિપોરજોય ચક્રવાતી વાવાઝોડું આગામી 24 કલાકમાં વધુ તીવ્ર બની શકે છે અને ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ ધીમે ધીમે આગળ વધે તેવી શક્યતા છે.

બિપરજોય વાવાઝોડાનું જોખમ ગુજરાત પર તોળાઈ રહ્યું છે. હવામાન વિભાગ (IMD) સતત બિપોરજોય વાવાઝોડું પર નજર રાખી રહ્યું છે કે તે ગુજરાત પર ત્રાટકશે કે નહીં. હાલની સ્થિતિ પ્રમાણે આ અતિ વિનાશક બિપોરજોય વાવાઝોડું વહેલી સવારે પોરબંદરથી 620 કિ.મી. દૂર કેન્દ્રિત હતું. ગુજરાતના દરિયા કાંઠે આ વાવાઝોડાની અસર કેવી થશે તે 11 જૂનથી સ્પષ્ટ થઇ શકે તેમ છે.

- text

રાજ્યમાં અત્યારથી જ માછીમારો અને દરિયાકાંઠાના વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. એવી સંભાવના છે કે, 11 જૂનથી 14 જૂન દરમિયાન ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં 50થી 60 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હાલમાં પોરબંદરથી અંદાજે 600 કિ.મી.દૂરપૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં વિનાશક બિપોરજોય ચક્રવાતી વાવાઝોડું છેલ્લા 6 કલાક દરમિયાન 9 કિમી પ્રતિ કલાકની ઝડપે લગભગ ઉત્તર તરફ આગળ વધ્યું છે. આજે 10મી જૂન, 2023ના રોજ 5.30 કલાકની સ્થિતિ પ્રમાણે તેનું કેન્દ્ર અક્ષાંશ 16.5°N અને રેખાંશ 67.4°E નજીક હતું. બિપોરજોય ચક્રવાતી વાવાઝોડું ગોવાથી પશ્ચિમમાં લગભગ 700 કિમી, મુંબઈથી પશ્ચિમ-દક્ષિણપશ્ચિમમાં 630 કિમી, પોરબંદરથી દક્ષિણ-દક્ષિણપશ્ચિમમાં 620 કિમી અને કરાચીથી દક્ષિણમાં 930 કિ.મી. દૂર હોવાનું વહેલી સવારે હવામાન વિભાગે જાહેર કર્યું હતું.

- text