ખેડૂતોને પાણી પત્રકમાં ચડાવવા મામલે જિ. પં. પ્રમુખની કલેક્ટરને રજુઆત

- text


મોરબીઃ મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુલાલ શિહોરાએ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરીને ખેડૂતોને પાણી પત્રકમાં ચડાવવા બાબતે રજુઆત કરી છે.

ચંદુલાલ શિહોરાએ લેખિત રજુઆત કરીને કલેક્ટરને જણાવ્યું છે કે, વર્ષ 2021 પછીથી જે તે અધિકારી/કચેરીના આદેશથી પાણીના બોર, પાણીની મોટર અને પાણીનું કનેક્શન પાણી પત્રકમાં ન ચડાવવાનો આદેશ કરાયો છે. જેના લીધે ખેડૂતોને પોતાના ખેતરમાં પાણીનો બોર, પાણીની મોટર અને પાણીનું કનેક્શન હોય અને પાક ધિરાણ લીધેલ હોય અને ચાલુ પાક ધિરાણે ઉપરના કારણોસર પાણી પત્રકમાં ન ચડાવવાના કારણે ટીસીઆર કરાવવું પડતું હોય છે અને ટીસીઆર કરાવવા માટે ખેડૂતોને વકીલનો ખર્ચ, 7/12 કઢાવવા તેમજ બેંકના ધક્કા ખાવા પડે છે જેથી ખેડૂતોને સમયનો વ્યય અને આર્થિક બોજ વધે છે. તેથી ખેડૂતોની ખરાઈ કરાવી પાણી પત્રકમાં ચડાવવા માટેનો આદેશ કરવામાં આવે તેવી કલેક્ટરને રજૂઆત કરાઈ છે.

- text

- text