મોરબીમાં રૂ.૧૩.૨૪ લાખની ચોરી કરનાર નેપાળી દંપતી ઝડપાયું

- text


પ્રસંગમાં ગયેલા પરિવારના રેઢા ઘરમાંથી મોટો દલ્લો ઉસેડીને મહારાષ્ટ્ર ભાગી ગયેલા ચોકીદાર નેપાળી દંપતીને મોરબી પોલીસે મહારાષ્ટ્રથી ઝડપી લીધું, હજુ એક ફરાર

મોરબી : મોરબી શહેરમા વૈભવનગર સોસાયટીમા આવેલ વૈભવ એપાર્ટમેન્ટના રહેણાંક ફલેટમાથી નેપાળી દંપતી કરેલી ચોરીનો ભેદ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ઉકેલી નાખ્યો છે. પ્રસંગમાં ગયેલા પરિવારના રેઢા ઘરમાંથી મોટો દલ્લો ઉસેડીને મહારાષ્ટ્ર ભાગી ગયેલા ચોકીદાર નેપાળી દંપતીને મોરબી પોલીસે મહારાષ્ટ્રથી ઝડપી લીધું હતું અને હજુ એક આરોપી ફરાર છે.

મોરબી શનાળા રોડ વૈભવનગર સોસાયટીમા આવેલ વૈભવ એપાર્ટમેન્ટ બ્લોકનં.૫૦૧માં રહેતા કમલેશભાઇ નરશીભાઇ હુલાણી પોતાના પરિવાર સાથે પ્રસંગમાં બહારગામ ગયા હોય પાછળથી તેમના બંધ ફ્લેટમાંથી ગઇ તા.૨૩ એપ્રિલના રોજ એપાર્ટમેન્ટમા ચોકીદાર તરીકે નોકરી કરતા નેપાળી દંપતિ અને અન્ય એક શખ્સ મળી ત્રણેય જણાએ ફ્લેટની વેન્ટીલેશનની બારી ખોલી બાથરૂમ વાટે મકાનમા પ્રવેશ કરી રોકડ રૂપીયા તથા સોના ચાંદીના દાગીના મળી કુલ રૂ.રૂ.૧૩,૨૪૦૦૦ની ચોરી કરી નાસી ગયાની મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.

- text

ચોરીના બનાવની તપાસ દરમ્યાન આરોપીઓને પકડવા પોલીસે અલગ અલગ ટીમો બનાવેલ હોય તે પૈકી એક ટીમને મહારાષ્ટ્ર રાજયના થાણે ખાતે મોકલવામા આવેલ હતી જેઓએ ટેકનીકલ તેમજ હ્યુમન સોર્સીસ આધારે ચોરી કરનાર બંને પતિ-પત્ની રાજેશકુમાર ઉર્ફે રાજુ બજીરસિંગ વિશ્વકર્મા બીક (નેપાળી ધંધો વોચમેન), શાંન્તા ઉર્ફે સરીતા રાજેશકુમાર ઉર્ફે રાજુ વિશ્વકર્મા બીક (નેપાળી, ઉ.વ.રર ધંધો ઘરઘાટી મજુરી રહે.બંને વૈભવનગર,વૈભવ એપાર્ટમેન્ટ વોચમેન રૂમ,મોરબી હાલ રહે.હાલ બંન્ને નવીમુંબઇ તલોજા, ફેસ-ર સેકટર-૧૬ આશાબરી બીલ્ડીંગ એલ-૧૭/૮૦૬ રહે.વતન ગામ કોટપાડા જિલ્લો કાલીકોટ ગામ-પાલીકા કુમલગાંવ દેશ-નેપાળ)ને થાણેથી શોધી પકડી પાડેલ હોય અને બંને આરોપીઓને મોરબી ખાતે લાવી પુછપરછ કરતા તેના કબ્જામાથી રોકડ રૂ.૨૦,૦૦૦ તથા મોબાઇલ તથા આરોપીઓનુ ભારતનુ પાનકાર્ડ, આધારકાર્ડ,પોસ્ટ ખાતાની બચતબુક તથા એસ.બી.આઇનુ એ.ટી.એમ એમ ડોકયુમેન્ટ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

આ ચકચારી ચોરીન બનાવમાં હજુ એક આરોપી ભેરૂ ઉર્ફે ભરત વિશ્વકર્મા (રહે.નરીનાથ ગ્રામપંચાયત જી.કાલીકોટ નેપાળ) ફરાર હોય તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

- text