ટંકારામાં વિદ્યાર્થીઓને સાયબર ક્રાઇમ વિશે જાણકારી અપાઈ 

- text


એમ.પી.દોશી વિર્ધાલય ખાતે ટંકારા પોલીસ જવાનો દ્વારા સાયબર અવેરનેશ માટે મહત્ત્વની ટિપ્સ આપવામાં આવી

ટંકારા : આજના વિદ્યાર્થીઓને જાણે મોબાઇલનું વળગણ લાગી ગયુ હોય એમ સતત મોબાઇલમાં સક્રિય રહે છે. ત્યારે અમુલ લેભાગુ તત્વો દ્વારા સોશિયલ મિડિયા એપ્લિકેશન થકી બાળકો સાથે અમુક વાંધાજનક કન્ટેન્ટ મોકલીને છેતરપિંડી કરવાના બનાવો પણ સામે આવી રહ્યા છે. ત્યારે ટંકારા પોલીસ સ્ટેશન દ્વારા એમ.પી.દોશી વિદ્યાલય ખાતે ધોરણ 12 મા અભ્યાસ કરતા છાત્રો સાથે નવતર અભિગમ અપનાવીને સાયબર અવેરનેસ સંદર્ભે સેમિનાર યોજી સાયબર ક્રાઇમને લગતી મહત્વપૂર્ણ ટિપ્સ આપવામાં આવી હતી.

ટંકારા ખાતે પોલીસે ઝીણામાં ઝીણી વિગતો ઉદાહરણ તરીકે સમજાવી પોલીસ પ્રજાનો મિત્ર છે એ સુત્રને સાર્થક કરી બતાવવા અને ભવિષ્યના નાગરિક તરીકે બખુબી જવાબદારી નિભાવવા ભાર મૂક્યો હતો. આ તકે 66 ટંકારા પડધરી ધારાસભ્ય દુર્લભજી દેથરીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સરકારના સુરક્ષા સેતુ અભિગમ હેઠળ 100 નંબર 181 અભિયમ, પોલીસની સી ટીમ, ઈમર્જન્સી પોલીસ માટે 112, ચાઈલ્ડ હેલ્પલાઈન 1098, વરીષ્ઠ નાગરિક માટે 14567, નાર્કોટિક્સ ડ્રગ્સ માટે 1908 અને સાઈબર ક્રાઈમ માટે 1930 નંબરની વિગતે વાત કરી હતી.

સાથેસાથે તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ પ્રભુભાઈ કામરીયા, મોરબી માર્કેટ યાર્ડના ચેરમેન ભવાનભાઈ ભાગિયા, સંગઠન મહા મંત્રી રૂપસિંહ ઝાલા ગણેશભાઈ નમેરા, ઉપપ્રમુખ દિનેશભાઈ વાધરિયા, રશ્મિકાંત દુબરીયા, નિલેશ પટણી એમ.પી.દોશી વિદ્યાલયના આચાર્ય ખાંભલા, એમ ડી વિદ્યાલયના શિક્ષક સહિતના હાજર રહ્યા હતા. આ ઉપરાંત ટંકારા પોલીસ સ્ટેશનના થાણા અધિકારી એચ આર હેરભાની અધ્યક્ષતામાં પ્રવિણભાઈ મેવા, ગૌરવભાઈ ગઢવી, શૈલેષભાઈ સગર, ધવલભાઈ ભાગિયા, સતિષભાઈ બસિયા, વિધાર્થી ભાઈઓ અને બહેનો હાજર રહ્યા હતા.

- text

- text