ટંકારાના સાવડી નજીક બે બાઈક સામસામે અથડાતા બે ઇજાગ્રસ્ત

- text


ટંકારા : ટંકારા તાલુકાના સાવડી નજીક બે બાઈક સામસામે અથડાતા બન્ને બાઈક ચાલકો ઇજાગ્રસ્ત થતા સારવાર માટે 108 મારફતે ટંકારા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ આજે સવારના સમયે રાજકોટથી લતીપર જઈ રહેલા બાઈક સવારને ટંકારા તાલુકાના સાવડીથી અરણેશ્વર મહાદેવ મંદિર જવાના રસ્તે અકસ્માત નડતા બન્ને બાઈક ચાલકોને ઇજાઓ પહોંચતા 108 મારફતે ટંકારા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

- text

- text