બોલો લ્યો… ઉધરસ પણ ન ખાવી ? ખોંખારો કેમ ખાસ કહી વૃદ્ધને ધોકાવ્યા

- text


માળિયાના નાની બરાર ગામે વૃદ્ધને માર મારી જાનથી પતાવી દેવાની ધમકી

મોરબી : માળીયા તાલુકાના નાની બરાર ગામે રહેતા વૃદ્ધને ઉધરસ આવતા એક માથા ફરેલા શખ્સે ખોંખારો કેમ ખાસ કહી બિભીત્સ ગાળો આપી માર મારી જાનથી પતાવી દેવા ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- text

પ્રાપ્ત વિગતો મુજબ માળીયા તાલુકાના નાની બરાર ગામે રહેતા રામભાઈ નરસંગભાઈ ડાંગર ઉ.73 નામના વૃદ્ધને ઉધરસ આવતા આરોપી ચંદુભાઈ પરબતભાઇ બકુતરાએ ખોંખારો કેમ ખાસ કહી ગાળો આપી છાતીમાં ઘૂસ્તો મારી પાડી દઈ ઢીકા પાટુનો માર મારી જાનથી મારી નાખવા ધમકી આપતા રામભાઈએ માળીયા પોલીસ મથકમાં આરોપી ચંદુભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text