ટંકારાના મેઘપર ઝાલા ગામની શાળાને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ આપી સીસીટીવી કેમેરાની ભેટ

- text


ટંકારા : ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરી ચુકેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ શાળાને સીસીટીવી કેમેરાની ભેટ આપી છે.

મેઘપર ઝાલા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરી ચુકેલા અને હાલ સરકારી સેવામાં ફરજ બજાવતા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ શાળાને સીસીટીવી કેમેરાની ભેટ અર્પણ કરી છે. જેથી શાળા અને બાળકોની સુરક્ષા જળવાઈ રહે. આ ભેટ બદલ મેઘપર ઝાલા પ્રાથમિક શાળાના આચાર્ય ચિકાણી રોહિતભાઈ તથા શાળા પરિવાર તેમજ મેઘપર ઝાલા ગામે તમામ સરકારી કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

- text

- text