સિમ્પોલો વિટ્રીફાઈડ કંપનીમાં વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાયો

- text


મોરબીઃ મોરબીની સિમ્પોલો વિટ્રીફાઈડ પ્રા.લી. કંપનીમાં આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ તકે પર્યાવરણ, સ્વાસ્થ્ય અને સુરક્ષા વિભાગના વરિષ્ઠ અધિકારી ડો. સતીશ સૈનીએ આ વર્ષના વૈશ્વિક વિષય પ્લાસ્ટિક પ્રદુષણની રોકથામ પર ભાર મૂક્યો હતો અને જણાવ્યું હતું કે, પ્લાસ્ટિક પ્રદુષણ કેવી રીતે જમીનની સાથે સાથે જળાશયોમાં પણ ફેલાઈ ગયું છે અને તેના લીધે લાખો જીવજંતુને અસર થઈ રહી છે.

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી પ્રસંગે સિમ્પોલો વિટ્રીફાઈડ કંપનીના પ્રમુખ જિતેન્દ્રભાઈ અઘારા (સીએમડી)એ પર્યાવરણ પ્રત્યે જાગૃત રહીને સતત વિકાસની સાથે પર્યાવરણની સુરક્ષા અંગે ભાર મૂક્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, પર્યાવરણની જાળવણી કરવી આપણી સૌની જવાબદારી છે. તેમણે લોકોને અપીલ કરતાં જણાવ્યું હતું કે, લોકો પોતાના જીવન દરમિયાન શુભ કાર્યોના અવસર પર વૃક્ષ વાવીને દિવસની યાદગાર બનાવે.

આ કાર્યક્રમમાં સંસ્થાના ગ્રુપ ચીફ ઓપરેશન ઓફિસર સચિન પાટીલે જણાવ્યું કે, પ્રદુષણ એક વૈશ્વિક સમસ્યા બની ગયું છે. તેથી સૌએ સાથે મળીને તેની રક્ષા કરવી જોઈએ. આ કાર્યક્રમમાં કંપનીના વરિષ્ઠ અધિકારી ભરત અઘારા, નીરવ પટેલ, ઉમાશંકર ગોદર, મિલન વાઘેલા, જયેશ અઘારા, ધીરજ અઘારા, મનસુખ કૈલા, નિમિષ પટેલ, પાર્થ દેત્રોજા, વસંત પટેલ, જિગ્નેશ કાકડિયા, દિલેશ પટેલ, દીપ અઘારા, જયંતીલાલ ભોરણિયા, મયંક કશ્યપ વગેરેએ પર્યાવરણ બચાવવાના શપથ લીધા હતા. કાર્યક્રમ દરમિયાન પર્યાવરણ પ્રત્યે જાગૃતિ માટે ઓનલાઈન પ્રશ્નોતરીનું પણ આયોજન કરાયું હતું.

- text

- text