હળવદ નજીક ખનીજચોરી કરતા બે ડમ્પરો ઝડપાયા

- text


પોલીસે 62 ટન રેતી ભરેલો ડમ્પરોને પોલીસ મથકે લઈ આવી ખાણખનીજનો દંડ ફટકાર્યો, અન્ય એક રેતી ભરેલા ડમ્પરને ડિટેઇન કરાયું

હળવદ : હળવદમાં ગતરાત્રે પોલીસે બાતમીના આધારે ખનીજચોરી ઝડપી લીધી હતી. જેમાં હળવદ પોલીસે ખનીજચોરી કરતા બે ડમ્પરોને ઝડપી લીધા હતા.પોલીસે 62 ટન રેતી ભરેલો ડમ્પરોને પોલીસ મથકે લઈ આવી ખાણખનીજનો દંડ ફટકાર્યો છે.

હળવદમાં ગતરાત્રે પોલીસે બાતમીના આધારે ખનીજચોરી કરતા બે ડમ્પરોને પકડી લીધા હતા. આ ડમ્પરોમાં રહેલી 62 ટન રેતી સિઝ કરવામાં આવી છે. ગતરાત્રે જી જે 36 બી 4872 નંબરના ડમ્પર ચાલક શનિભાઈ રમેશભાઈ કનાણી અને જી.જે 36 બી 5583 નંબરના ડમ્પર ચાલક મહેશભાઈ નાગજીભાઈ ઝીઝુવાડિયાને ટિકરથી હળવદ આવવાના માર્ગ પરથી પકડી પોલીસ સ્ટેશને લઈ આવી ખાણખનીજ વિભાગનો મેમો આપવામાં આવ્યો છે. અન્ય એક રેતી ભરેલું ડમ્પર હોય અને એના ડ્રાઈવર પાસે ડ્રાઈવિંગ લાયસન્સ ન હોય પણ રોયલ્ટી હોવાથી આ જી જે 36 વી 4345 નંબરના ડમ્પરને ડિટેઇન કરાયું હતું.

- text

- text