મોરબી શ્રીમાળી સોની સમાજ દ્વારા વન ડે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

- text


મોરબી : મોરબીમાં શ્રીમાળી સોની યુવા સંગઠન દ્વારા સોની સમાજના ક્રિકેટ રસીકો માટે મુરલીધર ક્રિકેટ ગ્રાઉન્ડ (નાગડાવાસ) ખાતે વન ડે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સંગઠન પ્રમુખ રૂપેશભાઈ રાણપરા અને તેમની ટીમ દ્વારા ટુર્નામેન્ટમાં ખેલાડીઓને ભોજન તેમજ ચા- નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

શ્રીમાળી સોની સમાજ આયોજિત વન ડે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મનોજભાઈ પાટડીયાની ટીમ ભાગ્ય ઈલેવન વિજેતા બની હતી જ્યારે રાજુભાઈ પાટડીયાની ટીમ મોરબી ઈન્ડિયન્સ રનર અપ ટીમ બની હતી. જ્યારે મેન ઓફ ધ સિરીઝ માટે હર્ષ આડેસરાનું નામ ઘોષિત કરવામાં આવ્યું હતું. ફસર્ટ મેચમાં મેન ઓફ ધ મેચ હર્ષ આડેસરા, સેકન્ડ મેચમાં મેન ઓફ ધ મેચ જયદીપ રામપરા, થર્ડ મેચમાં મેન ઓફ ધ મેચ જેનીલ પારેખને જાહેર કરવામાં આવ્યા હતા. સોની જ્ઞાતિના ક્રિકેટ રસીકો માટે આટલું સારૂં આયોજન કરવા બદલ જ્ઞાતિના સર્વે લોકોએ શ્રીમાળી સોની યુવા સંગઠનનો આભાર વ્યક્ત કર્યો હતો.

- text

- text